બિહારમાં પેપર લીક મામલે 10 વર્ષની સજા:1 કરોડનો દંડ; વિધાનસભામાં બિલ પાસ; ગૃહમાંથી વિપક્ષનું વોકઆઉટ
બિહાર વિધાનસભામાંથી પેપર લીક વિરોધી બિલ પાસ થઈ ગયું છે. રાજ્યપાલના હસ્તાક્ષર બાદ આ બિલ રાજ્યમાં અમલમાં આવશે. આ બિલ મુજબ હવે પેપર લીકને ગંભીર ગુનો ગણવામાં આવશે. વિધાનસભામાંથી કાયદો પસાર થયા બાદ પેપર લીક કેસમાં આરોપીઓ પર બિનજામીનપાત્ર કલમો લગાવવામાં આવશે. નવા કાયદામાં 3થી 10 વર્ષની જેલ અને 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. આ નિયમો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓમાં લાગુ થશે. આ સિવાય પેપર લીકમાં સામેલ કોઈપણ સંસ્થાને 4 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ બિલ ચોમાસુ સત્રના બીજા દિવસે રજૂ થવાનું હતું, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે સરકાર તેને રજૂ કરી શકી ન હતી. ગૃહમાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. ગૃહની કાર્યવાહી ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ડીએસપી રેન્કના અધિકારી કરશે મામલાની તપાસ નવા નિયમ મુજબ હવે પેપર લીક કેસની તપાસ પણ ડીએસપી રેન્કના અધિકારી કરશે. આ સાથે નવા કાયદામાં એવી પણ જોગવાઈ છે કે સરકાર કોઈપણ તપાસ એજન્સી દ્વારા કેસની તપાસ કરાવી શકે છે. વિપક્ષ પર ભડક્યા CM નીતિશ વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં અનામતના સમર્થનમાં પ્લેકાર્ડ લહેરાવવાનું શરૂ કર્યું. સ્પીકર નંદકિશોર યાદવે બધાને વેલ છોડી દેવાની અપીલ કરી, પરંતુ વિપક્ષના નેતાઓએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જવાબમાં સીએમ નીતીશે વિપક્ષી નેતાઓને કહ્યું, તમારા બધાનું હાય હાય. ચૂપચાપ બેસી જાઓ. વિપક્ષની માગ છે કે 75 ટકા અનામતને 9મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. તે જ સમયે, વિપક્ષના વિરોધ પર મંત્રી વિજય ચૌધરીએ કહ્યું કે અમે કેન્દ્રને તેની ભલામણ કરી છે. મામલો કોર્ટમાં છે. આજે પણ વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવ ગૃહમાં આવ્યા ન હતા. અહીં સ્પીકર નંદકિશોર યાદવ પણ વિપક્ષ પર નારાજ થયા. સ્પીકરે કહ્યું કે વિપક્ષ નથી ઈચ્છતું કે ગૃહ ચાલે. વોકઆઉટ બાદ વિપક્ષે આપી પ્રતિક્રિયા
આરજેડી ધારાસભ્ય રેખા કુમારીએ સીએમ નીતિશને મહિલા વિરોધી ગણાવ્યા ગૃહમાંથી બહાર આવતાં આરજેડી ધારાસભ્ય રેખા કુમારીએ મુખ્યમંત્રી નીતિશ કુમારને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે નીતીશ કુમાર મહિલા વિરોધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.