તરૃણીને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર યુવકને 10 વર્ષની સખ્તકેદ - At This Time

તરૃણીને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર યુવકને 10 વર્ષની સખ્તકેદ


 સુરતતરૃણી અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોવા તથા લગ્ન માટે નાણાં ન આપતા ખોટી ફરિયાદ કર્યાનો બચાવ પુરાવાના અભાવ નકારાયોઆજથી
છ વર્ષ પહેલાં 17 વર્ષ નવ માસની વયની તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈને બળાત્કાર
ગુજારનાર આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દિલીપ મહીડાએ
દોષી તમામ ગુનામાં દોષી ઠેરવી 10 વર્ષની સખ્તકેદ,રૃ.10 હજાર દંડ ન ભરે
તો વધુ 9 માસની સખ્તકેદ તથા ભોગ બનનારને 1 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.ઉધના પોલીસ
મથકના હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષ નવ માસની વય ધરાવતી તરૃણીને 24 વર્ષીય આરોપી દિપક છત્રસિંહ સોલંકી(રે.ગોવર્ધન
નગર સોસાયટી,ડીંડોલી)તા.18-4-16ના રોજ લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.આરોપીએ
તરૃણીને ભરુચ,મુંબઈ સહિતના સ્થળોએ લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ
શરીર સંબંધ બાંધતા ભોગ બનનારની ફરિયાદી માતાએ તા.22-4-16ના રોજ ઉધના પોલીસમાં ફરિયાદ
કરી હતી.જેથી ઉધના પોલીસે આરોપી દિપક સોલંકીની ઈપીકો 363, 366, 376 (2) (જે) એન તથા પોક્સો એક્ટની કલમ-3 એ તથા 4 ના ગુનામાં ધરપકડ કરી
જેલભેગો કર્યો હતો.આરોપી
વિરુધ્ધ ચાર્જશીટ બાદ કેસ કાર્યવાહી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આરોપી તથા ભોગ
બનનારને પ્રેમ સંબંધ હોઈ લગ્ન માટે તેના માતા-પિતાની માંગણી મુજબ નાણાં ન આપતાં
હાલની ખોટી ફરિયાદ કર્યાનું જણાવ્યું હતુ.ભોગ બનનારને તેના માતા પિતા યાતના આપતા
હોઈ મગજમાં લોહી ઓછુ પહોંચવાની બિમારી છે.જેનો તબીબી ઈલાજ કરાવવાને બદલે વતનમાં
કોઈ ભૂતપ્રેત હોવાનું માનીને બાબાના સ્થાને લઈ જઈને અંધશ્રધ્ધા રાખીને યાતના આપતા
હોવાનો આક્ષેપ કર્યો હતો.જેના
વિરોધમાં સરકારપક્ષે એપીપી વિશાલ  ફળદુએ 12 સાક્ષી તથા 18 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.સરકારપક્ષે ભોગ બનનાર સગીર હોવાનું
જાણવા છતાં  આરોપીએ તેને ભગાડી જઈને
જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી પોક્સો એક્ટનો ભંગ કર્યો નિઃશકપણે સાબિત કર્યું
હતુ.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને આરોપી દિપક
સોલંકીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારતો હુકમ
કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ પુરવાર થયેલા ગુના જોતા કાયદામાં
જણાવેલી સજા કરતા ઓછી સજા કરવાનું કોઈ કારણ કોર્ટ પાસે ઉપલબ્ધ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.