ખૈબર પખ્તૂનમાં બળવો:પાકિસ્તાન સૈન્ય વિરુદ્ધ 10 હજાર લોકો રસ્તા પર ઉતર્યા - At This Time

ખૈબર પખ્તૂનમાં બળવો:પાકિસ્તાન સૈન્ય વિરુદ્ધ 10 હજાર લોકો રસ્તા પર ઉતર્યા


પાકિસ્તાનના સરહદી વિસ્તાર ખૈબર પખ્તૂનમાં સેના વિરુદ્ધ લોકોએ બળવો કર્યો છે. 10 હજારથી વધુ પખ્તૂનો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવકારો સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. દેખાવકારોનું કહેવું છે કે સરકાર અને સેના આ વિસ્તારમાં આતંક મચાવે છે. પાકિસ્તાની સેનાને લીધે અશાંતિ છે અને તેના કારણે આતંકી હુમલા પણ વધી રહ્યા છે. લોકો ખૈબર પખ્તૂન વિસ્તારમાં ચાલી રહેલા સૈન્ય ઓપરેશનને રોકવાની માગ કરી રહ્યા છે. દેખાવકાર જમાલુદ્દીન વઝીરના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 20 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે, તેમ છતાં શાંતિ સ્થાપિત થઈ નથી. દેખાવકારોએ પાકિસ્તાની સેના પર આતંકવાદના નામે સામાન્ય લોકોને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે જ્યારે દેખાવકારોએ આર્મી કેમ્પને ઘેરી લીધું ત્યારે સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં 7 લોકોનાં મોત થયાં છે. તાલિબાન વિરુદ્ધ ઓપરેશનના નામે સેના પખ્તુનોને નિશાન બનાવે છે
પાકિસ્તાન સરકારે વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે સેના અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં હિંસાનો સામનો કરવા માટે એક નવું અભિયાન શરૂ કરશે. સરકારનું કહેવું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સંગઠને પાક-અફઘાન સરહદ પર ઘૂસણખોરી કરી છે. આ સંગઠન ખૈબર પખ્તૂનવા અને અન્ય વિસ્તારોમાં આતંકી હુમલાઓને અંજામ આપી રહ્યું છે. જોકે, ખૈબર પખ્તૂનવાના લોકોનું કહેવું છે કે તે ટીટીપી પર ઓપરેશનના નામે સામાન્ય પખ્તૂનોને નિશાન બનાવી રહ્યા છે. 24 કલાકમાં ખૈબર પખ્તૂનમાં 3 હુમલા
ખૈબરમાં 24 કલાકમાં 4નાં મોત થયાં છે જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આત્મઘાતી હુમલાખોરો સિવાય રિમોટ કંટ્રોલ અને ડ્રોનનો ઉપયોગ કરી હુમલા કરાય છે. વર્ષના પ્રથમ 4 મહિનામાં 179 આતંકી ઘટના બની છે. ખૈબર પખ્તૂનમાં હેલ્થ ઈમરજન્સી
​​​​​​​દેખાવકારો અને સેના વચ્ચેની અથડામણ બાદ સ્થાનિક સરકારે હેલ્થ ઈમરજન્સી લાદી દીધી હતી. સ્થિતિને જોતા ખૈબર પખ્તૂન આરોગ્ય વિભાગે તમામ સરકારી અને બિન-સરકારી હોસ્પિટલોના ડોક્ટરો અને પેરામેડિકલ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને હાઇ એલર્ટ પર રહેવા જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.