આનંદનગરના ઈન્ફીનિટી ટાવરના બી વિંગની ઓફિસમાંથી 10 લાખની ચોરી - At This Time

આનંદનગરના ઈન્ફીનિટી ટાવરના બી વિંગની ઓફિસમાંથી 10 લાખની ચોરી


અમદાવાદ,તા.25 જુલાઈ 2022,સોમવાર આનંદનગર વિસ્તારમાં રમાડા હોટલ પાસે આવેલા ઈન્ફીનિટી ટાવરના બી વિંગની ઓફિસમાંથી 10 લાખની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઓફિસ સંચાલકે રવિવારે સાંજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરાના વાર્તાલી એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર ભજનલાલ સદાની ઉં,56નાઓ ઈન્ફીનિટી ટાવરના બી વિંગમાં ઓફિસ ધરાવી અનુરિકા મેનેજમેન્ટ કંપની ચલાવે છે.ગત શનિવારે સાંજે ઓફિસ બંધ કરીને સ્ટાફના સભ્યો ગયા હતા. દરમિયાન રવિવારે સવારે બાજુની ઓફિસમાં નોકરી કરતા શનિ પંચાલે ફરિયાદીના સ્ટાફને ફોન કરી બે ઓફિસના લોક તૂટ્યાની જાણ કરી હતી. બનાવને પગલે તપાસ કરતા ફરિયાદીની ઓફિસના બે ડ્રોવરમાંથી તસ્કરો રૂ.9.75 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.