સેનેટની 15 બેઠક માટે જંગમાં ઉતરેલા 43 ઉમેદવારોનું 1.61 મતદારો ભાવિ નક્કી કરશે - At This Time

સેનેટની 15 બેઠક માટે જંગમાં ઉતરેલા 43 ઉમેદવારોનું 1.61 મતદારો ભાવિ નક્કી કરશે


- 66 મતદાન મથકો પર મતદાન યોજાશે : ABVP, NSUI,  છાત્ર યુવા સંઘર્ષ સમિતિના
ઉમેદવારોએ ઝંપલાવ્યું હોવાથી ત્રિપાખીયો જંગ           સુરતનર્મદ
યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના પડઘમ શાંત થવાની સાથે જ આવતીકાલ રવિવારે યોજાનારી
ચૂંટણીમાં ૧૫ બેઠક પરથી ઝંપલાવનારા ૪૩ ઉમેદવારોનું ટેન્શન શરૃ થઇ ચૂકયુ છે. આ
ઉમેદવારોનું ભાવી ૧. ૬૧ લાખ મતદારો ૬૬ મતદાન મથકો પર મતાધિકારીનો ઉપયોગ કરીને
ઘડશે. આ વખતની ચૂંટણી એબીવીપી,
એનએસયુઆઇ અને છાત્ર યુવા સંધર્ષ સમિતિ ના ઉમેદવારો મેદાનમાં હોવાથી
ત્રિપાંખીયો જંગ ખેલાશે. નર્મદ
યુનિવર્સિટીની સેનેટ સભ્યોની ૩૨ બેઠકો માટે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની
પ્રકિયા સંપન્ન થયા બાદ બે દાતા સહિતની ૧૭ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. બાકીની ૧૫
બેઠકો પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયુ હતુ. આવતીકાલ રવિવારે આ ૧૫ બેઠકો પર ચૂંટણી
યોજાશે. ૧૫ બેઠકો પર ૪૩ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. આ ચૂંટણીમાં કુલ ૧,૬૧,૩૯૫ મતદાતાઓ મતદાન કરી શકે તે માટે ૬૬ મતદાન મથકો પર મતદાનની બેઠક
વ્યવસ્થા કરાઇ છે. આ મતદાન મથકોમાં વાપીથી લઇને તાપી અને છેક ઉમરપાડા સુધી મતદાન
મથકોની વ્યવસ્થા કરાઇ છે. આવતીકાલ
રવિવારે સવારે ૯ વાગ્યાથી મતદાન શરૃ થઇ જશે. જે છેક સાંજે પાંચ વાગ્યે સંપન્ન થશે.
આ ચૂંટણીમાં એનએસયુઆઇ, એબીવીપી અને છાત્ર યુવા સંધર્ષ સમિતિ એમ ત્રણેય પાંખના ઉમેદવારો ચૂંટણીમાં
ઝંપલાવી રહ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી શિક્ષકની આર્ટસની બેઠકમાં ચાર ઉમેદવારો
તેમજ સાયન્સની બેઠકમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે. રજિસ્ટર્ડ ગ્રેજયુએટમાં
આર્ટસમાં પાંચ, કોર્મસ, આર્કીટેકમાં
ચાર-ચાર અને વિજ્ઞાાન અને લોમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા જામશે.રજીસ્ટર્ડ
ગ્રેજ્યુએટ વિભાગમાં ફોર્મ ભરી ગેરશિસ્ત બદલ ભાજપના પૂર્વ મહામંત્રી મોનીલ ઠાકર 6 વર્ષ માટે સસ્પેન્ડઆ
વખતની સેનેટની ચૂંટણીમાં એબીવીપીમાંથી ટીકિટ નહીં મળતા નારાજ થઇને ભાજપના પૂર્વ
મહામંત્રી મોનીલ ઠાકરે રજિસ્ટર્ડ ગ્રેજયુએટમાં કોર્મસ બેઠક પરથી ફોર્મ ભર્યુ હતુ.
આ ફોર્મ ભર્યા બાદ ચૂંટણીના એક દિવસ અગાઉ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમેરાએ મોનીલ
ઠાકરને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પક્ષ દ્વારા આપેલ સુચનાનો અનાદર
કરી ગેરશિસ્ત આદરેલ હોવાથી તાત્કાલિક અસરથી પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ
કરાયા છે.મતપત્રમાં
ઉમેદવારના નામની સામે ખાનામાં ટપકું,
કોમાની નિશાની કરાશે તો મત રદ ગણાશેનર્મદ
યુનિવર્સિટીની ચૂંટણીમાં પસંદગીના ઉમેદવારને મત આપતી વખતે નામની સામે અંગ્રેજી, ગુજરાતીમાં ૧ લખવાનો
રહેશે. આ એક લખ્યા પછી કોઇ પણ નિશાની જેમકે ટપકુ, કોમા,
ખરા કે ખોટાની નિશાની કરશે કે પછી અંગ્રેજી અને ગુજરાતી બન્નેમાં
એકડો લખશે તો મત રદ થશે. કે પછી અંગ્રેજી કે ગુજરાતીમાં પણ બે વાર ૧-૧ લખશે તો પણ
મત રદ થઇ જશે. મતદાન કરતી વખતે સરકાર માન્ય કોઇ પણ ઓળખપત્ર ઓરીજનલ કે સેલ્ફ
એટેસ્ટેડ વાળી ઝેરોક્ષ માન્ય ગણાશે.લૉ અને
કોર્મસ ફેકલ્ટીની ચૂંટણી જીતવા માટે આખી ફૌજ ઉતારાઇ આ
વખતની ચૂંટણીમાં ત્રિપાખીયા જંગની સાથે જ કેટલાક ભૂતપૂર્વ નેતાઓએ ટિકિટ નહીં મળતા
નારાજ થઇને સેનેટની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. આથી ત્રિપાખીયાની સાથે આ બેઠક પર ભારે
રસાકસી જામશે. ખાસ કરીને એકબીજાને પછાડવા માટે આખી ફૌજ મેદાનમાં ઉતારી દેવાઇ છે.
જેના કારણે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.