વરસાદ શાંત છતા ઉકાઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક આઉટફ્લો - At This Time

વરસાદ શાંત છતા ઉકાઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક આઉટફ્લો


- ઉમરપાડામાં
1.5 ઇંચ સિવાય
સુરત જિલ્લાના અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ     સુરત, ગુરૃવારસુરત
જિલ્લામાં વરસાદ ધીમો પડયો છે. સાથે જ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ શાંત રહેવા
છતા ડેમમાંથી ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યુ છે. સાથે જ પાણી ઓસરતા રસ્તાઓ
પણ શરૃ થઇ ચૂકયા છે.

ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે દિવસ દરમ્યાન સુરત જિલ્લાના ઉમરપાડા
તાલુકામાં દોઢ ઇંચ સહિત તમામ તાલુકા અને સુરત શહેરમાં એક મિ.મિ થી આઠ મિ.મિ વરસાદી
પાણી પડયુ હતુ. ગત દિવસોમાં ભારે વરસાદ આજે સાવ ધીમો પડતા ગ્રામજનો અને
વહીવટીતંત્રએ રાહતના શ્વાસ લીધા હતા. તો નદી-નાળા, પુલ કોઝવેના રસ્તાઓ પરના પાણી ઉતરી જતા
વાહન વ્યવહાર શરૃ થયો હતો. દરમ્યાન ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદે વિરામ લીધો
હતો. પરંતુ ગત દિવસોમાં હથનુર અને અન્ય ડેમ, બેરેજમાંથી જે
પાણી છોડાયુ હતુ. તેની આવક આજે આવતા સવારે છ વાગ્યાથી પાણી છોડવાનુ વધારી દઇને
૧.૨૫ લાખ કયુસેક કરાયુ હતુ. ઉકાઇ ડેમમાં આજે દિવસ દરમ્યાન ૧.૫૭ લાખ કયુસેક થી લઇને
૧.૨૫ લાખ કયુસેક પાણીની આવક આવી હતી. અને ઉકાઇ ડેમની સપાટી વધ-ઘટના અંતે ૩૩૫.૭૦
ફુટ નોંધાઇ હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.