મિનાબજારમાં ત્રણ દુકાનના તાળાં તોડી 1.20 લાખની મત્તાની ચોરી - At This Time

મિનાબજારમાં ત્રણ દુકાનના તાળાં તોડી 1.20 લાખની મત્તાની ચોરી


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત્સીસીટીવી અને સિક્યોરીટી ગાર્ડ નહીં હોવાથી મિનાબજાર સુરક્ષાની દ્રષ્ટીએ જોખમી બન્યુંગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે
શહેરના મિનાબજારમાં ગઇકાલે રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને એક પછી એક ત્રણ
દુકાનના તાળાં તોડીને તેમાંથી કપડાં,
બુટ-ચપ્પલ સહિતની ચીજવસ્તુઓ મળીને ૧.૨૦ લાખની મત્તા ચોરીને તસ્કરો પલાયન થઇ
ગયા હતા આ મામલે પોલીસ ફરિયાદ આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ગાંધીનગર શહેર આમ તો રાજ્યનું પાટનગર છે પરંતુ અહીં ધીરે
ધીરે ગુનાખોરીનું પ્રમાણે સતત વધી રહ્યું છે. ઘરફોડ ચોરીના બનાવોની સાથે તફડંચી
અને ચિલઝડપની ઘટનાઓ પણ સામાન્ય બની ગઇ છે. ત્યારે શહેરના જુના સચિવાલય પાસે આવેલા
મિનાબજારમાં ગઇકાલે રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી એક પછી એક એમ ત્રણ દુકાનોને આ
ટોળકીએ નિશાન બનાવી હતી જેમાંથી કપડાં,
બુટ-ચપ્પલ તેમજ બેલ્ટ મળીને ૧.૨૦ લાખની મત્તાની ચોરી થવા પામી હતી સવારના સમયે
વેપારીઓને આ ચોરી અંગે જાણ થતા પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી.

દિવસ દરમ્યાન હજ્જારો કર્મચારીઓથી ધમધમતા આ મિનાબજારમાં
સીસીટીવી સર્વેલન્સ અને સિક્યોરીટી ગાર્ડનો અભાવ હોવાથી તસ્કરોને આ મોકળું મેદાન
મળ્યું છે અને અવાર નવાર ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં
ઉભી થયેલી ઝુંપડપટ્ટીની વસાહતો પણ અહીં ગુનાખોરી માટે કારણભુત હોવાનું વેપારીઓ
માની રહ્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.