પરમિશન વગર ચાલતા સ્કૂલ વાહનની વિરુદ્ધ એક્શન લેતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ*
*રાજકોટ તા. ૦૧ જુલાઈ -*
*રાજકોટ શહેરમાં અનેક સ્કૂલો આવેલી છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી પહોંચવા માટે અલગ અલગ વાહનો નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં અમુક વાહનચાલકોએ આરટીઓ પાસેથી મંજૂરી લીધેલી હોતી નથી તથા અમુક વાહન ચાલકો પોતાના વાહનો આ મર્યાદા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડતા હોય છે. જે અટકાવવા તેમજ તેઓ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન થાય તેમજ તેની કડક અમલવારી સારું આજ રોજ ક.૦૭/૦૦ વાગ્યાથી સ્કૂલ વાહન ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલ હતું.*
*સ્કૂલ વાનના વાહન ચાલકો માટે રાજય સરકારે અમલી બનાવેલા નિયમો છતાં અમુક વાહન ચાલકો દ્વારા મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવે છે જે સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી તથા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રજીસ્ટ્રેશન વગરના વાહનચાલકો વાહન ચલાવે તે પણ યોગ્ય નથી. ઘણી વખત વધુ ઝડપને લીધે આવા વાહનચાલકો દ્વારા અકસ્માતો પણ બનતા રહે છે.*
*જેથી સ્કૂલ વાનના આવા વાહનચાલકો વિરુદ્ધ એક્શન લેવા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવેલ હતી. જેમાં કુલ ૭૦ NC કેસો કરી ૬૪,૫૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ તથા ૧૫ વાહનો ડીટેઇન કરવામાં આવેલ હતા.*
*આવાં સ્કૂલ વાહનો વિરુદ્ધ આ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ ભારે વાહનો વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે તથા કોઈને પણ છોડવામાં આવશે નહીં*
માનનીય પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા એસીપી ટ્રાફિક શ્રી જે.બી.ગઢવીની સૂચનાથી પરમિશન વગર ગેરકાયદેસર ચાલતા સ્કૂલ વાહનની વિરુદ્ધ એક્શન લેવા માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન*
*ડ્રાઈવ દરમિયાન કુલ ૭૦ NC કેસો કરી ૬૪,૫૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ તથા ૧૫ વાહનો ડીટેઇન કરવામાં આવેલ*
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.