પાટનગરમાં પોલીસનો સપાટો
ગાંધીનગર જિલ્લાના 13 પોલીસ મથકની પોલીસે એક જ મહિનામાં એટલે કે ઓગસ્ટ માસમાં દારૂ - જુગારનાં કુલ 585 કેસો કરીને 3 કરોડ 78 લાખ 1400નો મુદ્દામાલ જપ્ત કરી કુલ 962 ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જે પૈકી જિલ્લા પોલીસ દ્વારા વરલી મટકાં અને ગંજી પાનાનો જુગાર રમી રમાડતાં 76 કેસોમાં 399 આરોપીઓ સામે ગુનો દાખલ કરી 50. 68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એજ રીતે દારૂ પીધેલ તેમજ દેશી વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણ કરવાના કુલ 522 ગુના દાખલ કરી 2. 57 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવી દેવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.