મહીસાગર માનવ અધિકાર કમિશન પંચ ની ઉપસ્થિતમાં નિરાધાર દીકરીના લગ્ન યોજાયા.. - At This Time

મહીસાગર માનવ અધિકાર કમિશન પંચ ની ઉપસ્થિતમાં નિરાધાર દીકરીના લગ્ન યોજાયા..


નિરાધાર દીકરી મીનાબેન ની લગ્ન ની સંપૂર્ણ જવાબદારી તેમના બહેન -બનેવીએ ઉપાડી...

મળતી વિગતો અનુસાર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત ના પ્રદેશ મહિલા સેલના પ્રેસીડન્ટ રોહિત રેખાબેન તેમજ સંગીતાબેન ઠાકોર ના સહયોગ થી વીરપુર તાલુકાના વઘાસ ગામના વતની નાયક મણીભાઈ છગનભાઇ ની પુત્રી મીનાબેન કે જેઓના માતા પિતા ન હોવાથી મીનાબેન ની સંપૂર્ણ જવાબદારી તેમના બહેન -બનેવી ઉપર આધારિત હતી અને તે અનુસંધાને ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામના વતની નાયક રમણભાઈ છગનભાઇ ના પુત્ર વિનોદભાઈ સાથે બંન્ને પક્ષો ના આગેવાનો ની હાજરીમા સમાજના રીત રિવાજ મુજબ ધામ ધૂમથી યોજાયા હતા જેમાં
, માનવ અધિકાર કમિશન પંચ ના હોદેદારોની ઉપસ્થિતિમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું,ત્યારબાદ નવયુગલે દુર્ગા માતાજીના આર્શીવાદ લઈ નવી જિંદગીની શરૂઆત માટે વડીલોના સુભાશિષ લઈ વસમી વિદાય આપવામાં આવી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.