બોટાદ જિલ્લાના પ્રા.આ.કે કાનીયાડ ગામમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ તપાસ
(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તા 08/10/2024 ના રોજ બોટાદ જિલ્લાના પ્રા.આ.કે કાનીયાડ તાબા હેઠળનું કાનીયાડ ગામમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2 , 3 હેઠળ કલમ 4 કલમ 6 (અબ)અને કલમ 7 ના ભંગ કરનાર દુકાનદાર સામે અસરકારક અને સખ્ત અમલીકરણ તથા તમાકુ વિરોધી લોકજાગૃતિ થાય તે માટે પ્રા.આ.કે કાનીયાડ આયુષ મેડીકલ ઓફિસરશ્રી ડૉ. કિરીટ અણિયાળીયા, તાલુકા સુપરવાઇઝર શ્રી મનીષભાઈ બાવળિયા તથા, PHC ઇન્ચાર્જ સુપરવાઈઝર શ્રી અલ્પેશભાઇ પંચાલ તથા આરોગ્ય કાર્યકર અલ્પેશભાઈ જમોડ તથા પોલીસ વિભાગમાંથી શ્રી. મનહરસિંહ પરમાર તથા શ્રી બુધાભાઇ પરનાળીયા વગેરેની ટીમ બનાવી ગામમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલ અને તમામ ઝોનમાં આવેલ તમાકું નાં વેચાણ કરતી દૂકાનો ની તપાસ કરવામાં આવેલ તેમજ શૈક્ષણિક સંસ્થાના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધિત તમાકુ કે તમાકુની બનાવટોના વેચાણ કરવા પર જુદી જુદી જગ્યાએથી 700 રૂપિયા નો દંડ વસૂલવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.