સંસ્કાર ભારતી પોરબંદર કોલેજની વિદ્યાર્થીનીઓ મહિલાઓ માટે મહારાષ્ટ્ર રંગોળી (ભુ અલંકરણ) વર્કશોપનું આયોજન
પોરબંદર સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓ તથા મહિલાઓ માટે એક મહારાષ્ટ્ર રંગોળી (ભુ અલંકરણ) વર્કશોપનું આયોજન પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવેલ છે
આ વર્કશોપમાં તજજ્ઞ નિકિતા દાસાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે
જેનો આજથી પ્રારંભ કરવામાં આવેલ છે
તારીખ ૦૨/૧૦/૨૩ થી ૦૬/૧૦/૨૩ પાંચ દિવસ સુધી રહેશે આ વર્કશોપમાં કુલ ૭૨ તાલીમાર્થીઓ ભાગ લીધેલ લઈ રહ્યા છે સમગ્ર વર્કશોપના કોઓડીનેટર તરીકે આર્ટિસ્ટ ધારા જોશી સેવાઓ આપી રહ્યા છે આ ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંચાલકજી માન.શ્રી વિનોદભાઈ કોટીયા, ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ચિત્રકાર બલરાજ પાડલીયા,
ડોક્ટર નયનાબેન જતી/ ગોસ્વામી તથા ચમ મેમોરિયલ ઇં.મીડીયમ સ્કૂલના પ્રિન્સિપલ સુનયનાબેન ડોગરા, આર.એમ.બી.સ્કૂલ ઓફ કોમર્સના ટ્રસ્ટીશ્રી,કિર્તીદાન બાપોદરા, સંસ્કાર ભારતીના જિલ્લાના અધ્યક્ષડો.
સનતભાઈ જોશીએ પાસંગીક ઉદ્ બોધન કરેલ આભાર દર્શન સંસ્થાના મહામંત્રી રાવલ દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી ચંદ્રેશ કિશોર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે પથ દર્શક,
શ્રી હિતેષભાઈ દાસાણી, ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદરના આર્ટિસ્ટ ઉપસ્થિત રહેલ.
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાર્થના મહામંત્રી શ્રી જયદીપસિંહજી તથા ઉપાધ્યક્ષ શ્રી રમણીકભાઈ ઝાપડિયા પ્રાંત સંયોજકશ્રી પ્રદીપજી તથા વિપુલ ભાઈ ત્રિવેદી જૂનાગઢ એ શુભેચ્છાઓ શુભેચ્છાઓ પાઠવેલ
પોરબંદર છાયા નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તથા ચીફ ઓફિસર પટેલ સાહેબ એ સૌને અભિનંદન પાઠવેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.