કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત વાત્સલ્ય ધામ-અનાથ આશ્રમની પાળિયાદના પ.પૂ.ઉમાબાએ મુલાકાત લીધી સેવાપ્રવૃતિ બીરદાવી અમરેલી તથા ગુજરાતના ગૌરવ સમા કેળવણીકાર વસંતભાઈ ગજેરાની અનાથ બાળકો પ્રત્યેકની લાગણી તથા સેવાનિષ્ઠાથી અમે પ્રભાવિત થયા-પ.પૂ.ઉમાબા-પાળિયાદ  - At This Time

કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત વાત્સલ્ય ધામ-અનાથ આશ્રમની પાળિયાદના પ.પૂ.ઉમાબાએ મુલાકાત લીધી સેવાપ્રવૃતિ બીરદાવી અમરેલી તથા ગુજરાતના ગૌરવ સમા કેળવણીકાર વસંતભાઈ ગજેરાની અનાથ બાળકો પ્રત્યેકની લાગણી તથા સેવાનિષ્ઠાથી અમે પ્રભાવિત થયા-પ.પૂ.ઉમાબા-પાળિયાદ 


અમરેલી જિલ્લા માં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તથા જિલ્લા માં કોઈપણ જ્ઞાતિની કોઈપણ દિકરી શિક્ષણથી વંચિત ના રહે તે માટે વિદ્યાસભામાં ધો.૧૨ સુધીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીને માત્ર પચાસ(૫૦) ટકા ફીમાં શિક્ષણની સુવિધા આપનાર કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાપિત તથા સંચાલિત વાત્સલ્યધામ-અનાથ આશ્રમ-સુરતની સંતશ્રી વિસામણ મહારાજની ઐતિહાસિક સુપ્રસિઘ્ધ જગ્યાના મહંત પ.પૂ.ઉમાબા તથા પૂ.ભયલુભાઈએ મુલાકાત લઈને વાત્સલ્યધામના બાળકો સાથે સંવાદ કરીને ભામાષા,કેળવણીકાર વસંતભાઈ ગજેરા દ્વારા વાત્સલ્યધામના આંઠસો(૮૦૦) બાળકોને વિનામુલ્યે‍ રહેવા,જમવા તથા શિક્ષણની સુવિધા પૂરી પાડીને સમાજમાંથી તરછોડાયેલા,નિરાધાર,મજબુર બાળકોને સ્વાવલંબી બનાવી પગભર બનાવીને એક નવીજ જિંદગી આપવા બદલ પ.પૂ.ઉમાબા ખૂબજ પ્રભાવિત થયા હતા તથા વતનના રતન વસંતભાઈ ગજેરા,વાત્સલ્યધામના કર્મચારીઓ તથા માસુમ બાળકોને આશિર્વાદ આપતા જણાવ્યુ હતુ કે કેળવણીકાર વસંતભાઈ ગજેરાની અનાથ બાળકો પ્રત્યે ની લાગણી,પ્રેમ તથા સેવા નિષ્ઠાથી અમો ખરેખર પ્રભાવિત થયા છીએ આ તકે વાત્સલ્યધામના સ્થાપક તથા સંચાલક વસંતભાઈ ગજેરા એ પાળિયાદના મહંત પ.પૂ.ઉમાબા, ભયલુભાઈ,સેવકગણ,આમંત્રિત મહેમાનો તથા ઉપસ્થિત સર્વેનો પ્રત્યક્ષ મુલાકાત લેવા બદલ આભાર માન્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.