મિત્રોએ એટલો ત્રાસ આપ્યો કે યુવકે કોલેજ જવાનું છોડી દીધું, અંતે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
રાજકોટની દર્શન એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા યુવકે તેના જ ત્રણ મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મિત્રના ત્રાસને કારણે છ મહિના કરતાં પણ વધુ સમયથી કોલેજ જવાનું યુવક ટાળી રહ્યો હતો.
બનાવની વિગત અનુસાર, મૂળ વંથલીના પીપળી ગામનો અને હાલમાં સરધાર સ્વામિનારાયણ મંદિરમાં રહી રાજકોટની દર્શન એન્જિનિયરિંગ કોલેજમાં બીઈ સિવિલના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો યાજ્ઞિક કાચા નામના 25 વર્ષના વિદ્યાર્થીઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના જ ત્રણ મિત્રો પાર્થ કુવાડીયા, અનિલ ચુડાસમા અને રાજન ઉપરાંત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. યાગ્નિક આ ત્રણેય યુવક સાથે મજાક મસ્તી કરતો હતો. પરંતુ સામે વધુ મજાક મસ્તી કરતા મજાક મસ્તી કરવાની ઇનકાર કરી તો પાર્થ નામના યુવકે ગાળો ભાંડી તેમજ ઈન્સ્ટાગ્રામ આઈડી માંથી યુવતીઓના આઈડી માંગ્યા હતા. બાદમાં તેમના મિત્રોએ તેમને કહ્યું હતું કે મજાક તો થશે તારાથી સહન ન થાય તો તારે કોલેજે ન આવવું. આજ ડરને લઈને પહેલા યાગનીક એક અઠવાડિયું કોલેજ ન ગયો અને ત્યારબાદ ફરી છ મહિના સુધી કોલેજ ન ફરક્યો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.