જોડીયામાં pgvcl ના કર્મચારી પર થયેલા હુમલાના પ્રકરણમાં આરોપીને 2 વર્ષની જેલ - At This Time

જોડીયામાં pgvcl ના કર્મચારી પર થયેલા હુમલાના પ્રકરણમાં આરોપીને 2 વર્ષની જેલ


જોડીયામાં pgvcl ના કર્મચારી પર થયેલા હુમલાના પ્રકરણમાં આરોપીને 2 વર્ષની જેલ

જામનગર જિલ્લાના જોડીયામાં 2016 ની સાલમાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના કર્મચારીના માથામાં ધારીયું મારવાના કેસના આરોપીને જોડીયા કોર્ટે બે વર્ષની જેલ સજા અને રૂ. 10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.

ગત તા. 25/5/2016ના રોજ આણદા ગામથી માજોઠ ગામ તરફના વાડી વિસ્તારમાં થાંભલા ઉભા કરવાનું કામ કરી રહેલા વીજ કંપનીના કોન્ટ્રાક્ટર વસંત આલાભાઈ મકવાણા-આહિર સાથે બોલાચાલી કરી, ઝગડો કરીને આરોપી લવજીભાઈ રૂગનાથભાઈ નંદાસણા (રે. આણંદા)એ કોન્ટ્રાક્ટરને માથામાં ઉધું ધારીયું માથું હતું અને અન્ય એક શખ્સે પણ કોન્ટ્રાક્ટર ઉપર હુમલો કરીને મોં ઉપર મુઢ માર મારીને વીંખોડીયા ભર્યા હોવાની કોન્ટ્રાક્ટરએ જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આથી પોલીસે કોન્ટ્રક્ટરની ફરિયાદ ઉપરથી આરોપી લવજી રૂગનાથભાઈ નંદાસણા તથા અન્ય એક શખ્સ સામે ગુનો નોંધ્યો હતો, અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

આ કેસ ચાલી જતાં સરકારી વકીલની રજુઆતો સાહેદો, પુરાવા વગેરે ધ્યાને લઈને જોડીયાની અદાલતે તા.10ના રોજ આરોપી લવજી રૂગનાથભાઈને બે વર્ષની જેલ સજા અને રૂ.10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો. આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની જેલ સજા કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image