ગીર-સોમનાથમાં ૧૮૧ અભયમ ટીમના કુશળ કાઉન્સિલીંગ દ્વારા રિસામણે રહેલી મહિલાનું સાસરીમાં કરેલ - At This Time

ગીર-સોમનાથમાં ૧૮૧ અભયમ ટીમના કુશળ કાઉન્સિલીંગ દ્વારા રિસામણે રહેલી મહિલાનું સાસરીમાં કરેલ


ગીર-સોમનાથમાં ૧૮૧ અભયમ ટીમના કુશળ કાઉન્સિલીંગ દ્વારા રિસામણે રહેલી મહિલાનું સાસરીમાં કરેલ પુનઃસ્થાપન
ગીર-સોમનાથ તા. -૧૩, કોડીનાર પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાંથી રિસામણે રહેતી મહિલાને સાસરીમાં રહેવું હોય તે માટે ૧૮૧ ટીમની મદદ લીધી. જેમાં ફરજ પરના કાઉન્સેલર મનીષા ધોળિયા, કોન્સ્ટેબલ અલ્પાબેન અને કોડીનારની શી - ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જઈ પીડિતાનું કાઉન્સિલીંગ કરવામાં આવેલ હતું. પીડીતાએ જણાવ્યું કે, મારા લગ્નનાં ૪ મહિના થયા છે.મારા બીજા લગ્ન હોય જેના કારણે અવાર-નવાર સાસરી વાળા મેણાં ટોણાં માર્યા કરે. એવા નાના - મોટા ઝગડા થયા કરતા હતા. ઝગડાઓ મોટું સ્વરૂપ નાં લે તે માટે મારા પિયરમાં જતી રહી હતી. સમય જતાં મારા સાસરી વાળા કોઈ લેવા માટે આવ્યા નાં હોય તે જોતાં એવું લાગ્યું કે મારા સેકન્ડ લગ્ન હોય જેથી મારે મારું લગ્નજીવન બચાવવું છે. તે માટે સાસરીવાળાને સમજવાનાં હોય જેથી મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી. ત્યારબાદ મહીલા હેલ્પ લાઇનના કર્મચારીઓ પીડિતાના પતિ અને સાસરીવાળાને મળ્યા. જેમાં તે લોકોનું વ્યકિગત તેમજ સામૂહિક કાઉન્સિલીંગ કરેલ. જેમાં ઘરના ઝગડાનુ મૂળ કારણ હોય સામાજિક અને આર્થિક પરિસ્થિતિ છે. ૧૮૧ અભયમ ટીમે શી- ટીમને સાથે રાખી સમસ્યાને ધ્યાને રાખીને કાઉન્સિલીંગ દ્વારા સમજાવ્યા અને અંતે અભયમ ટીમના કુશળ કાઉન્સિલીંગ થકી એક મહિલાનો ઘરસંસાર તૂટતો બચાવી શકાયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.