*આર.ડી.ડી. ર્ડા.સતીષ મકવાણાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજની મુલાકાતે*
*આર.ડી.ડી. ર્ડા.સતીષ મકવાણાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજની મુલાકાતે*
***********
*સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે જીલ્લાના આરોગ્ય વિભાગ સાથે રાષ્ટ્રીય કક્ષાના આરોગ્યલક્ષી પ્રોગ્રામ/યોજનાઓની સમીક્ષા બેઠક યોજી*
****************
સાબરકાંઠા જીલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજ ખાતે મમતા સેશન અને હિંમતનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની વિભાગીય નાયબ નિયામકશ્રી ર્ડા.સતીષ મકવાણા(ગાંઘીનગર) દ્વારા મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાત દરમ્યાન સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે જીલ્લાના આરોગ્ય વિભાગ સાથે રાષ્ટ્રીય કક્ષાના આરોગ્યલક્ષી પ્રોગ્રામ/યોજનાઓની સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત તમામ આરોગ્ય અઘિકારીશ્રીઓ સાથે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ગુણવત્તા સભર આરોગ્યની સેવાઓ મળી રહે તેમજ હાલ ચાલી રહેલ નેશનલ ટી.બી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત ટી.બી મુક્ત ભારત ટી.બી.મુક્ત ગામ, ટી.બી.મુક્ત પંચાયત પર ખાસ ભાર મુકી તમામ પદાધિકારીશ્રીઓ તથા નિક્ષય મિત્રો સાથે ચર્ચા કરી પ્રધાનમંત્રીશ્રીનું આહવાન “૨૦૨૫ સુધીમાં” ટી.બી મુક્ત ભારતને સાકાર કરવા તમામ અધિકાશ્રીઓને જણાવ્યું હતું.
વઘુમાં તેમણે આરોગ્ય સંસ્થાઓ ખાતે ચાલી રહેલ સ્માર્ટ રેફરલ સર્વિસ,પેશન્ટ કેર ઇન હોસ્પિટલ,ડાયાલીસીસ સેન્ટરને,એન.સી.ડી પ્રોગ્રામ અંતર્ગત ૩૦ વર્ષથી ઉપરનાનું સ્ક્રીનીંગ, બ્લડ પ્રેસર અને ડાયાબીટીઝની દવાઓના જથ્થાની ખાતરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરુ કરેલ આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત થીમ બેઇઝ આરોગ્ય મેળાઓ, મેડીકલ હેલ્થ ચેક-અપ કેમ્પ અને “આયુષ્યમાન આપકે દ્વાર” દ્વારા એક પણ લાયક લાભાર્થી આયુષ્યમાન કાર્ડ થી વંચિત ન રહી જાય તેની ચકાસણી કરવા તેમજ આ યોજનાનું યોગ્ય અમલીકરણ કરવા જરૂરી સુચનો આપ્યા હતા.
આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીશ્રી રાજ સુતરીયા, મુખ્ય જીલ્લા તબીબી અઘિકારીશ્રી,તમામ આરોગ્ય અઘિકારીશ્રી,તાલુકા આરોગ્ય અઘિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
**************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.