15 ટીમે 24 કલાક દોડી 6 દી’માં 218 રખડતા ઢોર પકડ્યા
શહેર પોલીસ પણ કામગીરીમાં સાથે જોડાતા અસામાજિક તત્ત્વો ભાગ્યા, નવી પોલિસીના અમલ બાદ ઢોર પકડ પાર્ટીની કામગીરીમાં વધારો
રાજકોટ મહાનગરપાલિકાએ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે નવી પોલિસી અમલમાં મૂકી છે. જેને લઈને આકરી કાર્યવાહીના ભાગ રૂપે માત્ર છ દિવસમાં 218 ઢોર પકડાયા છે. રાજ્ય સરકારે દરેક મહાનગરપાલિકાને ઢોર નિયંત્રણ માટે માર્ગદર્શિકા મોકલી હતી અને તે મુજબ નવી પોલિસી બનાવવા આદેશ કર્યો હતો. મનપાએ તે માર્ગદર્શિકા ઉપરાંતના પણ નવા નિયમોનો ઉમેરો કરીને આકરી પોલિસી બનાવી કામગીરી શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.