ખાટડી વિજ સબ સ્ટેશન થી દુધ‌ઈ સુધી વિજપોલ ના વેલા વૃક્ષ ની સાફ સફાઈ શરૂ - At This Time

ખાટડી વિજ સબ સ્ટેશન થી દુધ‌ઈ સુધી વિજપોલ ના વેલા વૃક્ષ ની સાફ સફાઈ શરૂ


* વિજતંત્ર સફાળુ જાગ્યુ*

*ખાટડી વિજ સબ સ્ટેશન થી દુધ‌ઈ પલાસા સુધી પોલ ઉપર સાફ સફાઈ શરૂ*

મુળી તાલુકાનાં ખાટડી વિજ સબ સ્ટેશન થકી વિજ પુરવઠો દુધ‌ઈ પલાસા સુધી જયોતિગ્રામ યોજના હેઠળ મળે છે ત્યારે પાંચ કી.મી. સુધી ના પોલ ઉપર વેલ વૃક્ષ થકી સતત ટ્રીપીગ ની સમસ્યા સર્જાતી હતી હાલ પ્રિમોન્સુન કામગીરી પણ ચાલુ કરવામાં આવેલ નહી ત્યારે આ બાબતે અહેવાલ પ્રસારિતકરવામા આવેલ હોય આ બાબતે વિજ અધિકારી સુધી સમાચાર જતા સફાળા જાગી તાત્કાલિક ધોરણે જેસીબી મશીન કામે લગાવવામાં આવેલ અને દરેક પોલ ની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે
ખાટડી એસ એસ થી પાવર નીકળતી લાઇન એટલે કે શિવશક્તિ જેજીવાય (દુધઈ) જેમાં ઘણા સમય થી લાઇન નીચે બાવળ મોટા થઈ ગયેલા અને થાંભલે વેલા ચડી ગયેલા જેમાં ત્રણ દિવસ ની ભારે જહેમત બાદ આજે સમગ્ર લાઇન ને ચોખ્ખી કરી દેવામાં આવી તેમજ જે ચોમાસા ના દિવસો માં લાઇટ રહેતી નથી એમાં ખાસ સુધારો જોવા મળશે તેમ જણાવવા માં આવ્યું હતું આગામી ચોમાસા પહેલા લાઇન ને બાવળા તેમજ વેલા થી સપૂર્ણ પણે સાફ કરી દેવામાં આવી છે જેમાં મૂળી પેટા વિભાગ PGVCL માં ફરજ બજાવતા એ.પી.ચુડાસમા, એ.જે.પરમાર, તેમજ આર.જી.મેમકીયા એ સાથે રહીને ભારે જહેમત ઉઠાવી હતી
*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.