જાયન્ટ્સ હિંમતનગર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ યોજાયો.......... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ યોજાયો……….


જાયન્ટ્સ હિંમતનગર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ યોજાયો..........
જાયન્ટ્સ હિંમતનગર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ સોનગઢ પ્રાથમિક શાળા તા. પ્રાંતિજ મુકામે યોજાયો. જેમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન ૧ તરફથી ધોરણ ૧ માં નવા પ્રવેશ પામેલા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ૨૫ સ્કૂલ બેગ આપવામાં આવી. આ બેગમાં પેન્સિલ, રબર, નોટબુક, કંપાસ,લંચ બોક્સ, પાણીની બોટલ, ફૂટપટ્ટી, સંચો, પેન, દેશી હિસાબ વગેરે આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી પંકજભાઈ મહેતા, ઉપપ્રમુખશ્રી જયદીપસિંહ રહેવર, સહમંત્રી શ્રી ધીરુભાઈ પંચાલ તથા શાળાના મુખ્ય શિક્ષિકા રશ્મિકાબેન, સ્ટાફ મિત્રો કૌશિકભાઈ, નીલમબેન, મનોજભાઈ પંડ્યા હાજર રહ્યા. બધાએ સાથે મળી સેવાનું ઉમદા કાર્ય કર્યું. શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો અને વાલીઓએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો. ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.