કરુણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ અને જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું*
*
આજરોજ શિક્ષણ વિભાગ અને GCERT ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર આયોજિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ની કચેરી અને જિલ્લા શિક્ષણ સમિતિ - મહીસાગર ના માર્ગદર્શન હેઠળ કરુણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ અને જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી પ્રો. ડો. કુબેરભાઈ ડિંડોર તેમજ પંચમહાલ મતવિસ્તારના સાંસદશ્રી રતનસિંહજી રાઠોડ બાલાસિનોર તાલુકાના ધારાસભ્યશ્રી માનસિંહજી ચૌહાણ પૂર્વ ધારાસભ્યશ્રી તેમજ ડિરેક્ટર શ્રી અમૂલ ડેરી અને વડોદરા જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક તેમજ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.અવનીબા મોરી તેમજ ડાયટ સંતરામપુરના પ્રાચાર્યશ્રી ડો.કે.ટી.પોરાણીયા અને DIC ડૉ. ઓમેગા, વિજ્ઞાન સલાહકાર એચ.કે.પટેલ તેમજ બાલાસિનોર તાલુકાના TPEO શ્રી જે. એ .પાંડોર અને B.R.C.Co. શ્રી હિતેશકુમાર ઉપાધ્યાય અને તમામ તાલુકાના ટીપીઈઓશ્રી, બીઆરસીકો.ઓ.શ્રી તેમજ પ્રા.શિ. સંઘ ના રાજ્ય પ્રતિનિધિ શ્રી નીમેશભાઈ સેવક અને શૈ.સંધના રાજ્ય પ્રતિનિધિ પરેશભાઈ, જિલ્લાના બંને સંઘ ના પ્રમુખ - મંત્રી શ્રી તેમજ તાલુકા સંઘ ના હોદ્દેદારશ્રીઓ અને ઇનોવેટિવ શિક્ષકશ્રીઓ અને બાળ વૈજ્ઞાનિકો તેમજ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકશ્રીઓ હાજર રહેલ.
આ કાર્યક્રમમાં. કુલ 28 ઇનોવેટર તથા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં 30 કૃતિ રજૂ કરેલ જેમાં 30 માર્ગદર્શક શિક્ષકશ્રી અને 60 બાળકોએ ભાગ લીધો હતો. આમ, મહાનુભાવો તરફથી શિક્ષકોને નવીન પ્રયોગો દ્વારા નેશનલ એજ્યુકેશન પોલીસીમાં સ્કિલ બેઝ એજ્યુકેશનનું મહત્વ સમગ્ર શિક્ષકો અને બાળકોને આપવામાં આવેલો હતો સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકોએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને ઇનોવેશન ફેસ્ટિવ મુલાકાત લીધી હતી લીધેલ હતી. એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર અને પ્રેરણા અને માર્ગદર્શક રૂપ રહ્યો હતો.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.