રાજકોટમાં 10 ફેબ્રુઆરીએ PM મોદીનાં હસ્તે 2353 આવાસનું ઈ-લોકાર્પણ, વિધાનસભાવાઇઝ 4 સ્થળે સમારોહ યોજાશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલ 1 લાખથી વધુ આવાસોનું તા.10 ફેબ્રુઆરીના રોજ PM મોદીના હસ્તે બનાસકાંઠાથી 2353 જેટલા આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. રાજયની 182 વિધાનસભાનાં મતક્ષેત્રમાં કાર્યક્રમના જીવંત પ્રસારણ, ઓનલાઇન લોકાર્પણ, લાભાર્થીઓની હાજરીમાં આવાસોની સોંપણીના મોટા કાર્યક્રમોની તૈયારી કરવામાં આવી છે. રાજકોટમાં પણ વિધાનસભાવાઇઝ 4 સ્થળે આ માટે ખાસ સમારોહનું આયોજન કરાયું છે. આ તકે PM મોદી કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કરશે તેમજ સૌપ્રથમ વખત લાભાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.