અમરેલી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો કાનાબારે લાગણીસભર ટ્વીટ કરી કમાણી ફોરવર્ડ સ્કૂલ ની ચિંતા વ્યક્ત કરતા ૧૦૦ કરોડ ના ખર્ચે જીર્ણોદ્ધાર થશે તો ૫ કરોડ રૂપિયા આપવા તૈયારી દર્શવાતા વતન પ્રેમી ગોવિદ ભગત ધોળકિયા
અમરેલી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો કાનાબારે લાગણીસભર ટ્વીટ કરી કમાણી ફોરવર્ડ સ્કૂલ ની ચિંતા વ્યક્ત કરતા
૧૦૦ કરોડ ના ખર્ચે જીર્ણોદ્ધાર થશે તો ૫ કરોડ રૂપિયા આપવા તૈયારી દર્શવાતા વતન પ્રેમી ગોવિદ ભગત ધોળકિયા
અમરેલી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો કાનાબારે લાગણીસભર ટ્વીટ કરી કમાણી ફોરવર્ડ સ્કૂલ ની ચિંતા વ્યક્ત કરી અમરેલી ની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલની વિસરાતી જાહોજલાલી આજે માત્ર ૮૨ છાત્ર છે અગાઉ ધો.૧ થી ૧૧ સુધીના પાંચ પાંચ વર્ગો ચાલતા હતા શિક્ષણ જગત ની શાન ગણાતી અમરેલી શહેરમાં વર્ષોથી શહેરની શ્રેષ્ઠ શાળા તરીકે ઓળખાતી અને શહેરના અનેક ખ્યાતનામ ડોકટર વકીલ ઈજનેર શિક્ષક વ્યક્તિઓ જેમાં અભ્યાસ કરીને બહાર આવ્યા છે તે કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલની જાહોજલાલી વિસરાઈ રહી છે અને હાલમાં સ્થિતિ સારી ન હોવાના મુદ્દે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ડો ભરતભાઈ કાનાબાર સાહેબે લાગણીસભર ટ્વીટ કરીને પૂર્વ છાત્રોએ બહાર આવવા અપીલ કરી હતી.
ડૉ. ભરત કાનાબારે ફોર્મલી ટ્વીટર અને હાલના એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે અમરેલીની કમાણી ફોરવર્ડ સ્કૂલ ની જાહોજલાલી તેમાં ભણી ગણી ને જમીન થી અસમાન સુધી શાન વધારી નામ દામ કમાઈ ઉન્નત થયેલ દરેક ક્ષેત્રે વિસ્તરી વિકસી દેશ દુનિયા માં ઠરીઠામ થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓના ધ્યાને સ્કૂલ ની સ્થિતિ મૂકી ચિંતા વ્યક્ત કરી ડોકટર કાનાબાર ની તકાતવર ટ્વીટ એટલી અસર કરી ગઈ કે વતન પ્રેમી વતન ના રત્ન ગોવિદભાઈ ભગત ધોળકિયા ને ધ્યાને આવી અને આ મુદ્દે અમરેલી જિલ્લાના હાલ સુરત સ્થિત ઉદ્યોગપતિ રામકૃષ્ણ એક્સપોર્ટ માં મોભી ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, તેઓ અમરેલીની આ શાળા ના વિદ્યાર્થી ભલે નથી પણ અમરેલી જિલ્લા તેમનું વતન છે તેના પુનઃ જીર્ણોદ્ધાર માટે જેટલી પણ રકમ થાય તેના ૫% ટકા રકમ આપવા તૈયારી દર્શાવી અને હદયસ્પર્શી સદેશ ડૉ કનાબાર ને ફોન થી કરી આપ્યો કે મારે કોઈ ઓડિટ અહેવાલ હિસાબ નથી તપાસવા ડોકટર કાનાબાર કહે તે હિસાબ તેજ ઓડિટ અને એજ વિશ્વાસ સાથે એક કમિટી બનાવી કમાણી ફોરવર્ડ સ્કૂલ નો જીર્ણોદ્ધાર કરો તેમાં જે રકમ થાય તેના પાંચ ટકા આપવા તૈયારી દર્શાવી અમરેલી ફોરવર્ડ સંકૂલ મરી રહી છે. જે સ્કૂલમાં ધો. ૧ થી ૧૧ સુધીના પાંચ પાંચ વર્ગો ચાલતા હતા અને દરેક વર્ગમાં ૬૦ વિદ્યાર્થી હતા એ ફોરવર્ડ સ્કૂલમાં આજે ધો. ૧૧ અને ૧૨ ના એક એક વર્ગ અને બંનેના મળીને માત્ર ૮૨ વિદ્યાર્થિઓ જ છે. એક સમયે આ સ્કૂલની કેવી જાહોજલાલી હતી
મૂળ લાઠી ના હાલ સુરત વતન પ્રેમી ગોવિદ ભગત ધોળકિયા એ માદરે વતન એવા અમરેલી જિલ્લા ની શાન સમી આ સંસ્થા ના પુનઃ જીર્ણોદ્ધાર માં જે ખર્ચ થશે તેના ૫% રકમ આપશે. માનો કે ૧૦૦ કરોડના ખર્ચે ખર્ચ થશે રૂપિયા ૫ કરોડ આપશે. યુનિવર્સિટી જવું કેમ્પસ ધરાવતી ફોરવર્ડ સ્કૂલની આવી કરુણાજનક હાલત જોઈ જીવ બળે છે. આ સ્કૂલે અનેક ડોક્ટર, વકીલ, એન્જિન્યર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, શિક્ષકો અને કલાકારોની ભેટ આપી છે. આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જો નક્કી કરે તો આવી બીજી ૧૦ ફોરવર્ડ સ્કૂલને સજીવન કરી શકે છે એક પ્રમાણિક વ્યક્તિ ની પ્રમાણિતા એ હોય છે ત્યાં હિસાબ ઓડિટ નથી પણ અતૂટ વિશ્વાસ કામ કરે છે દાતા ઓ તો દાન લઈ દેતા હોય છે દીધેલા દાન ઉપર દાતા નો કોઈ અધિકાર નથી પણ દાન દઈ ને અલિપ્ત થતા હોય છે પણ દાન લેનાર ની જવાબદારી ત્યાં થી શરૂ થતી હોય છે દાન માં મળેલ એક એક પાઇ નો સવા રૂપિયો કરી ને વાપરે અને દાન નો હેતુ સરે એજ દાતા નો સંતોષ હોય છે ડો ભરતભાઈ કાનાબાર ની અસરકાર ટ્વીટ પ્રધાન મંત્રી સુધી વંચાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.