અજીત ડોભાલ ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બન્યા રહેશે
આ સાથે વડાપ્રધાનના પ્રમુખ સચિવ પી.કે. મિશ્રાનો કાર્યકાળ પણ લંબાવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે. હવે અજીત ડોભાલ આગામી 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર રહેશે. તેમને કેબિનેટ રેન્કના અધિકારીનો દરજ્જો મળ્યો છે. નવી સરકારની રચના બાદ અજીત ડોભાલ વડાપ્રધાન મોદી સાથે તેમના પહેલા અસાઇનમેન્ટ પર ઇટાલી જઇ રહ્યા છે. અહીં તેઓ G-7 સમિટમાં ભાગ લેશે. વર્ષ 2014માં અજીત ડોભાલ NSA બન્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.