રાજકોટ જીલ્લાના ખરેડી ગામે આવેલ ‘શ્રી ગોકુલ ગૌશાળા’ માં નિઃસ્વાર્થ ભાવે થતી ગૌમાતાની સેવા ગૌશાળાને ફરતી ફેન્સીંગ દિવાલ અને છાપરાની ખૂબ તાતી જરૂરીયાત, દાતાઓને લાભ લેવા
રાજકોટ જીલ્લાના ખરેડી ગામે આવેલ 'શ્રી ગોકુલ ગૌશાળા' માં નિઃસ્વાર્થ ભાવે થતી ગૌમાતાની સેવા
ગૌશાળાને ફરતી ફેન્સીંગ દિવાલ અને છાપરાની ખૂબ તાતી જરૂરીયાત, દાતાઓને લાભ લેવા
રાજકોટથી આશરે ૧૫ કિ.મી. ના અંતરે ભીચરી રોડ પર, ખરેડી ગામમાં આવેલ 'શ્રી ગોકુલ ગૌશાળામાં દૂઝાણી ન હોય તેવી આશરે ૮૫ ગૌમાતાઓની ગૌશાળાના વજુગીરીબાપુ દ્વારા નિઃસ્વાર્થ ભાવે સેવા થી રહી છે. ગૌશાળામાં ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝળતા, બીનવારસી પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. હાલમાં ગૌશાળામાં એકપણ દૂઝાણું પશુ નથી. સંસ્થાનો અંદાજે દૈનિક ખર્ચ ૧૦,૦૦૦ રૂપીયા જેવો થાય છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. સંસ્થાનો વાર્ષિક ખર્ચ ૪૦ લાખ જેવો થાય છે. ગૌશાળામાં અનુદાન આપવા માટે ગૌશાળાના વજુગીરી બાપુ (મો.નં. ૭૨૦૩૮ ૧૫૭૧૪) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં ગૌશાળામાં ગૌમાતાના દિકરા એવા વાછડાઓને રાખવામાં માટેનું એક છાપરું જેની અંદાજીત કિંમત બે લાખ તથા ઘાસ રાખવા માટે એક ગોડાઉન જેની અંદાજીત કિંમત પાંચ લાખ તથા ગૌશાળાને ફરતી ફેન્સીંગ દીવાલ, ગૌશાળામાં પંખી પણ વિશાળ સંખ્યા માં આવતા હોય તેના માટે એક સુંદર મજાના ચબુતરા જેની અંદાજીત કિંમત ત્રણ લાખ જેવી થાય છે જેની ગૌશાળામાં ખુબજ જરૂરિયાત છે. ગોકુલ ગૌશાળાના વજુગીરી બાપુ દ્વારા દાતાઓને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
મુ. ખરેડી, ભીચરી રોડ, તા.જી. રાજકોટ ખાતે આવેલ 'ગોકુલ ગૌશાળા' અંગેની વિશેષ માહિતી માટે વજુગીરી બાપુ (મો.નં. ૭૨૦૩૮ ૧૫૭૧૪) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.