રાજુલા કિસાન સંઘના હોદેદારો અયોધ્યા રામ ભગવાનના દર્શન કરી પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું .
રાજુલા કિસાન સંઘના હોદેદારો અયોધ્યા રામ ભગવાનના દર્શન કરી પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું .
રાજુલા શહેર માંથી કિસાન સંઘના વિવિધ હોદેદારો અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કરવા ગયેલા જેમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા ઉપપ્રમુખ વાલાભાઈ ધાખડા જિલ્લા મંત્રી બાબાભાઈ વરૂ તેમજ ભારતીય કિસાન સંઘના
કાર્યકર્તાઓ અયોધ્યા શ્રી રામમંદિરના દર્શન તેમજ કાશી,પ્રયાગ સહિત વિવિધ સ્થાનોની યાત્રા પૂર્ણ કરી રાજુલા પરત પધારતા તેઓનું રાજુલાના છતડીયા રોડ પર ભરતનગર સોસાયટી ના તમામ લોકો તેમજ સર્વ સમાજનાં યુવાઓ,વડીલો દ્વારા ઢોલનગારાં સાથે શ્રી રામના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલું તેમજ બાળાઓ દ્વારા સામૈયું કરવા માં આવેલ ત્યારે આ સોસાયટી માં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળેલો
આ પ્રસંગે ઉપસ્થિત સર્વોએ જય શ્રી રામના નારા બોલાવેલ ત્યારે આ સમગ્ર સોસાયટી વિસ્તાર માં એક ખુશી નો માહોલ જોવા મળેલ સાથે રામમય વાતાવરણ બનાવેલ અને આ પ્રસંગે મહિપતભાઈ વાલાભાઈ ધાખડાના નિવાસ સ્થાને પ્રસાદ લીધેલ અને વધુમાં વાલાભાઈ ધાખડા દ્વારા સર્વ સનાતન ધર્મ પ્રેમીઓને અયોધ્યા શ્રી રામના દર્શન કરી એક નવા યુગની શરૂઆતને વધાવવા અને સર્વે માનવ જાતના કલ્યાણ અર્થે શ્રી રામને આદર્શ બનાવવા અપીલ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.