સુરેન્દ્રનગર અનેક વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. - At This Time

સુરેન્દ્રનગર અનેક વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.


સુરેન્દ્રનગરની મેઈન બઝાર ખીજડીયા હનુમાન રોડ મોટી શાક માર્કેટ સામે આ તસ્વીર છે સ્વચ્છ ભારત અભિયાનની પીએમ મોદી ગમે તેટલી વાતો કરે, પરંતુ આ નગરપાલિકાનાં નગરસેવકો કાંઈ ધ્યાન આપતા નથી આખુંય સુરેન્દ્રનગર શહેર ગંદકી થી ભરેલું છે અને નગરસેવકો ટેસડા કરે છે આ લોકોને એમ છે કે અમને કોણ પુંછનાર સુરેન્દ્રનગરના વ્હાલા નગરજનો હવે જાગો, બોલતા થાવ, તમોએ ચુંટાયેલા તમારા પ્રતિનિધિ એ તમારા માલિક નથી, પરંતુ તમારા સેવક છે એ વાત નું આ લોકોને ભાન કરાવો લોકશાહીમાં બોલવાનો વિરોધ કરવાનો તથા તમારી વ્યાજબી માંગણી રજુ કરવાનો તમારો હક્ક છે ડરો નહીં, બોલતા થાવ, અને એક સારા નાગરિક તરીકે નો ધર્મ નિભાવો તેમ પ્રકાશ શાહ એક જાગૃત નાગરિક સુરેન્દ્રનગરએ જણાવેલ છે તથા સુરેન્દ્રનગરમાં મેઇન રોડ શાકમાર્કેટ પર રખડતા ઢોરનો અડિંગો અને ગંદકીનું સામ્રાજ્ય રહેતું હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આથી પાલિકાને કાર્યવાહી કરવા માંગ ઊઠી છે શહેરના મુખ્ય માર્ગો, શાકમાર્કેટ સહિતના સ્થળોએ રખડતા ઢોરનો ત્રાસ રહેતો હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે આથી જાગૃત નાગરિક પ્રકાશભાઇ શાહ દ્વારા સોશિયલ મીડિયામાં ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવા તેમજ નિયમિત સફાઇ કરાવવા માંગ કરાઇ હતી સુરેન્દ્રનગર શહેર એ જિલ્લા મથક હોવાથી આજુબાજુના ગામ તેમજ તાલુકાના હજારો લોકો ખરીદી માટે આવતા હોવાથી સતત ટ્રાફિકથી ધમધમતું રહે છે તેવામાં ટાવર રોડ પર ખીજડિયા હનુમાન પાસે, શાક માર્કેટ પાસે રખડતા ઢોર અને ગંદકી થવાથી કારણે સુરેન્દ્રનગર જાણે ગામડુ હોય તેવા દ્રશ્યો સર્જાય છે શહેરના મુખ્યમાર્ગ પર ઢોર બેસી રહેતા હોવાથી સાંકડા રસ્તાઓ વધુ નાના થઇ જતા વાહનચાલકો પસાર થવામાં મુશ્કેલી થાય છે જ્યારે પાલિકા પાસે આવેલી શાકમાર્કેટમાં વસ્તુ ખરીદી પસાર થતા લોકો પર ઢોર હુમલા કરવાનો પણ ભય રહે છે આ અંગે પાલિકા દ્વારા અગાઉ કાર્યવાહી થઇ હતી પરંતુ ઢોરનો ત્રાસ યથાવત રહેતા હજુ પણ રખડતા ઢોરો પકડીને પાલિકા આ સમસ્યા નિરાકરણ લાવે તેવી માંગ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.