2 શખ્સ 4 દિવસના રિમાન્ડ પર, કિટ ગેંગ પોલીસ પકડથી દૂર
બેંક ખાતા ભાડે રાખ્યા બાદ જમાં થયેલી રકમ કોને મોકલવાની હતી તે બાબતે આરોપીઓએ પોલીસને ઘૂમરે ચડાવી
શહેરના હસનવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતા (ઉ.વ.73)ને ચાર મહિના પૂર્વે ડિજિટલ એરેસ્ટ કરી તેમના ખાતામાંથી રૂ.56 લાખ ટ્રાન્સફર કરી લેવાયા હતા. આ મામલામાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે સાત શખ્સની ધરપકડ કરી હતી. જે પૈકી જૂનાગઢના હિરેન મુકેશ સુબા અને પાટણના વિપુલ લાભુ દેસાઇને પોલીસે ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે જ્યારે અન્ય પાંચ અારોપી જૂનાગઢના મહેક ઉર્ફે મયંક નીતિન જોટાણિયા, અમદાવાદના પઠાણ મહમદરિઝવાન ઇશાકખાન, પાટણના પરેશ ખોડા ચૌધરી, કલ્પેશ ખોડા ચૌધરી અને વિપુલ જેઠાલાલ નાયકને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.