મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનો વિજય થતા મંત્રી બાવળીયા તથા કાર્યકર્તાઓએ જસદણ ટાવર ચોકમાં જીતની ઉજવણી કરી
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી-2023માં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થતાં આ અવસરે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જસદણમાં ટાવર ચોકમાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ મીઠાઈ ખવડાવી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ફટાકડા ફોડી ત્રણેય રાજ્યમાં મળેલ જીતને હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.