વિશ્વ અવકાશ સપ્તાહ-૨૦૨૪ ની વિવિધતા સભર ઉજવણી કરતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ* ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી - At This Time

વિશ્વ અવકાશ સપ્તાહ-૨૦૨૪ ની વિવિધતા સભર ઉજવણી કરતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ* ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી


*વિશ્વ અવકાશ સપ્તાહ-૨૦૨૪ ની વિવિધતા સભર ઉજવણી કરતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ*
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તારીખ.૦૪/૧૦/૨૦૨૪ થી તા.૧૦/૧૦/૨૦૨૪ 'વર્લ્ડ સ્પેસ વીક'ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ અંગે વિસ્તૃત માહિતી આપતા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે દર વર્ષે ૪ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ સ્પેસ વીક ૨૦૨૪ની થીમ "સ્પેસ એન્ડ ક્લાઈમેટ ચેન્જ" છે.  આ થીમ આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં સ્પેસ ટેક્નોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને કેવી રીતે અવકાશ સંશોધન આપણને પૃથ્વીની આબોહવાને સમજવા અને તેનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે. ૪ ઓક્ટોબર ૧૯૫૭માં સૌ પ્રથમ વાર માનવ નિર્મિત ઉપગ્રહ ''સ્પૂતનિક 1'ને અવકાશમાં તરતો મૂકાવાની અને ૧૦ ઓક્ટોબર ૧૯૬૭માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ પર થયેલા હસ્તાક્ષરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ અવકાશ સપ્તાહ ની વિવિધતા સભર ઉજવણીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ના કમ્પ્યુટર ઓપરેટર હિતેશભાઈ સોલંકી દ્વારા ઓનલાઇન ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૩૮૫ થી વધારે લોકોએ ભાગ લીધેલ ત્યારબાદ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા ખાતે 'મોડેલ રોકેટ મેકિંગ' વર્કશોપનું તથા વર્લ્ડ સ્પેસ વીક ડોક્યુમેન્ટરી ફિલ્મ શો નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 350 થી વધારે બાળકોએ ભાગ લીધેલ જેના તજજ્ઞ તરીકે પી.એમ. બામણીયા તથા આર.કે. બારડ રહ્યા હતા. ત્યારબાદ શ્રી આજોઠા સીમ પ્રાથમિક શાળા તથા કુકરાસ પ્રાથમિક શાળા ખાતે વિડિયો નિર્દર્શન તથા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિશ્વ અવકાશ સપ્તાહ વિશે બાળકોને માહિતી આપવામાં આવેલ જેમાં કુલ 160 થી વધારે બાળકોએ ભાગ લીધેલ જેના તજજ્ઞ તરીકે લોકોના કેન્દ્રના સાયન્સ કમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી રહેલ.

આ સંદર્ભે ગુજકોસ્ટ દ્વારા ગાંધીનગરમાં ITI ફોર ગર્લ્સ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં
ડૉ. શિલ્પા પંડ્યા, ડેપ્યુટી ડાયરેક્ટર, સિસ્ટમ્સ રિલાયબિલિટી એન્ડ સેફ્ટી એરિયા (SRSA), SAC ISRO, દ્વારા ઈવેન્ટનું ઉદ્ઘાટન અને સંપૂર્ણ વક્તવ્ય આપવા આવેલ જે સમગ્ર કાર્યક્રમ લાઈવ સ્ટ્રીમ દ્વારા એમ જે સ્વામિનારાયણ હાઇસ્કુલ ખાતે રાખવામાં આવેલ જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.આ સેશનમાં અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલી અનેક રસપ્રદ માહિતીઓથી વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. ત્યારબાદ લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે 'આકાશદર્શન કાર્યક્રમ' પણ રાખવામાં આવેલ હતો. જેમાં કુલ 125 જેટલા લોકોએ ભાગ લીધેલ હતો જેના તજજ્ઞ તરીકે લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમીક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.