મકાનના ભાગ પાડવા મામલે જમાઈ પર કૌટુંબિક સાળા સહિતના પરિવારનો હુમલો - At This Time

મકાનના ભાગ પાડવા મામલે જમાઈ પર કૌટુંબિક સાળા સહિતના પરિવારનો હુમલો


આર.બી. કોઠારી લેબોરેટરી વાળા ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ ચાલક જમાઈ પર કૌટુંબીક સાળા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરતા ઘાયલ થયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે વિદ્યાનગર મેઈન રોડ પર રાષ્ટ્રીય શાળા કંપાઉન્ડ નં.2 આર.બી. કોઠારી લેબો.ની અંદર રહેતા મુળ ગોંડલના મોવીયા ગામના વતની મનીષભાઈ ધીરજલાલ કાલરીયા (ઉ.40)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ચીરાગ રવજી ભંડેરીયા, મનીષાબેન રવજી ભંડેરીયા અને વિદ્યાબેન ચીરાગ ભંડેરીયાનું નામ આપતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તે તેમના પત્ની સાથે સસરાના ઘરે રહે છે અને હાલ તે એમ્બ્યુલન્સમાં ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા.31ના બપોરના સમયે એ તેના સસરાના ઘરે હતો અને તેમના પત્ની ઘર બહાર પાણીનો જગ ભરવા ગયેલ ત્યારે બાજુમાં રહેતા કાકીજી સાસુ મનીષાબેન ભંડેરીયા પણ પાણી ભરવા આવેલ અને તેમની પત્નીને જોઈ ગાળો બોલવા લાગ્યા અને ઉશ્કેરાઈ જઈ બેફામ વાણીવિલાસ કરવા લાગતા મનીષાબેનના પુત્રવધૂ વિંદ્યા અને તેનો પુત્ર ચીરાગ પણ બહાર દોડી આવેલ અને બેફામ વાણીવિલાસ કરતા હતા ત્યારે ફરીયાદીએ સમજાવેલ કે ગાળો ન બોલો તે તમારા બહેન છે.
જે મામલે આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને તને સેનો પાવર છે કહી ઢીકાપાટુનો માર મારી ત્યાં પડેલ પાણી ભરવાનો જગ માથામાં જગ ઝીંકી દીધો હતો. બાદમાં તેઓને લોહીલોહાણ હાલતમાં સારવાર હેઠળ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા.
બનાવના કારણ અંગે વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી તેમના સસરા પ્રેમજીભાઈને કાકાજી સસરા રવજીભાઈએ મકાનમાં ભાગ પાડવા કહ્યા બાદ તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.