જામનગરમાં રીક્ષામાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 107 બોટલ દારૂ ઝડપાયો
જામનગરમાં રીક્ષામાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 107 બોટલ દારૂ ઝડપાયો
પોલીસને જોઈ પરિસ્થિતિ પારકી નાસી છૂટેલા આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી: રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
જામનગરમાં કહેવાતી દારૂબંધી વચ્ચે વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપાયો છે પોલીસે બાતમીના આધારે જામનગરમા આવેલ કાલીંદી સ્કુલ પાસે નંદનવન શેરી નંબર 2 મા એક રીક્ષા ને અટકાવી તેની તલાસી લેતા રીક્ષામાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ પાસ થયો છે. પોલીસે 107 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે કર્યો છે. જોકે આ દરોડા દરમ્યાન રીક્ષા ચાલક અગાઉથી પરિસ્થિતિ પારખી નાશી છૂટ્યો હોવાથી હાલ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે સીટી એ ડિવિઝન પોલીસ જામનગરના રણજીતસાગર રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયગાળા દરમિયાન જી.જે. ૮ વાય ૪૩૯૩ નંબરની ઓટો રીક્ષાને અટકાવતા રીક્ષા ચાલકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ વેળાએ રીક્ષા ચાલક લગાવી રીક્ષા રેઢી મૂકી નાસી છૂટ્યો હતો.
આથી પોલીસે નંદનવન શેરી નંબર ર મા રીક્ષામાંથી 58,197 રૂપિયાની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 107 ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત એક લાખ રૂપિયાની કિંમતની રિક્ષા સહિત પોલીસે 1.58 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધખોળ આદરી છે.
આ કામગીરીમા પીઆઈ એન.એ.ચાવડા તથા પીએસઆઈ એમ.એન.રાઠોડ, એ.એસ.આઇ. કરણસિંહ પ્રવીણસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા તથા રવીરાજસિહ અનીરૂદ્ધસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ મહીપાલસિહ મયુરસિક જાડેજા, સુનિલભાઇ અરજણભાઇ ડેર, કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા રવીભાઈ ગોવીંદભાઈ શર્મા તથા વિજયભાઈ બળદેવભાઇ કાનાણી, રૂષિરાજસિહ લાલુભા જાડેજા તથા ખોડુભા કનુભા જાડેજા તથા પ્રદીપસિહ નીર્મળસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.