સાબરકાંઠા.... સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ સીઝન માટે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ.... - At This Time

સાબરકાંઠા…. સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ સીઝન માટે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ….


*સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ સીઝન માટે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ*
***************
સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ સીઝનમાં અનેક પ્રકારના પાકોનું વાવેતર થયેલ છે જે અંતર્ગત ચણાનું અંદાજિત ૩૧૦૩ હેક્ટર, ઘઉંનું ૮૫,૭૮૯ હેક્ટર, બટાકાનું ૨૪,૬૬૧ હેક્ટર, રાયનું ૩૬૦૪ હેક્ટર અને અન્ય પાકનું કુલ મળીને કુલ ₹ ૧,૪૪,૧૧૨ હેક્ટરમાં વિવિધ પ્રકારના શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં શિયાળુ પાકોના વાવેતર માટે ખાતરની જરૂરિયાત રહે છે. જે અન્વયે અત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો અંદાજિત ૪,૮૪૮ મેટ્રિક ટન સ્ટોક ઉપલબ્ધ છે. બે દિવસ પહેલા ઇફકો કંપનીની ૨૬૦૦ મેટ્રિક ટનની યુરિયા ખાતરની રેક આવેલ હતી. જેમાંથી સોળસો મેટ્રિક ટન યુરિયા સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓમાં સપ્રમાણ સર વિતરણ કરવામાં આવેલ હતું. ઉપરાંત આવતા અઠવાડિયે જી.એન.એફ.સી કંપનીની યુરીયા ખાતરની અંદાજિત ૨૦૦૦ મેટ્રિક ટનની રેક અને ઇફ્કો કંપનીની ૨૬૦૦ મેટ્રિક ટનની રેક આવવાની છે. ઉપરાંત મહિનાના અંત સુધીમાં જી.એસ.એફ.સી કંપનીની યુરીયા ખાતરની રેક પણ આવવાની હોવાથી જિલ્લામાં સમયાંતરે યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાનો હોઈ ખાતરની અછત વર્તાશે નહીં.એમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટર ... અલ્પેશ પટેલ.વડાલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.