ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સહકારથી સમસ્ત મહાજન ધર્મજ(ગુજરાત)થી પિંડવાડા(રાજસ્થાન) સુધી ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’ શરુ - At This Time

ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સહકારથી સમસ્ત મહાજન ધર્મજ(ગુજરાત)થી પિંડવાડા(રાજસ્થાન) સુધી ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’ શરુ


ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સહકારથી સમસ્ત મહાજન ધર્મજ(ગુજરાત)થી પિંડવાડા(રાજસ્થાન) સુધી ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’ શરુ

યાત્રાનાં બીજા દિવસે વીરમગામ પાંજરાપોળ ખાતેનાં કાર્યક્રમમાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહે તેવી પૂર્ણ સંભાવના

બંસી ગીર ગૌશાળા ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રી ડૉ. સંજીવ સિંગ બઘેલ,ગુજરાત સરકારનાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વિધિવત ઉદઘાટન કરશે

વિવધ રાજ્યોનાં ૫૦૦ જેટલા ગૌશાળા - પાંજરાપોળો - જીવદયા સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે

ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સહકારથી વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજન ધર્મજ (ગુજરાત) થી પિંડવાડા (રાજસ્થાન) સુધી ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગૌશાળા, પાંજરાપોળો વિષે જાણવા, સમજવા માટે તેમજ અબોલ જીવોને શાતા આપવા માટે કરવામાં આવે છે. પ્રથમ દિવસે બંસી ગીર ગૌશાળા ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રી ડૉ. સંજીવ સિંગ બઘેલ, ગુજરાત સરકારનાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વિધિવત ઉદઘાટન કરશે.સતત ત્રણ દિવસ સુધી ચાલનારી ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા ગતિવિધિનાં અખિલ ભારતીય ગૌસેવા સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રા, અખિલ ભારતીય ગૌસેવા સહસંયોજક નવલ કિશોરજી, અખિલ ભારતીય ગૌસેવાનાં ક્ષેત્રિય સંયોજક સુનીલ વિધ્વંશ, ગુજરાત નાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ડૉ. રાજીવ ગુપ્તા, ડૉ. મીનાકુમારી, ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલય,એનિમલ વેલ્ફેર બોર્ડ,વિવિધ રાજ્યોનાં ગૌ સેવા આયોગ અને સ્ટેટ એનિમલ વેલ્ફર બોર્ડ ઇત્યાદિનાં અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે, રહેવાના છે. વિવધ રાજ્યોનાં ૫૦૦ જેટલા ગૌશાળા - પાંજરાપોળો - જીવદયા સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ અંગે ગુજરાતના જીવદયા પ્રેમી મુંખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી છે. યાત્રાનાં બીજા દિવસે વીરમગામ પાંજરાપોળ ખાતેનાં કાર્યક્રમમાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહે તેવી પૂર્ણ સંભાવના છે.
યાત્રા દરમિયાન પ્રથમ દિવસે ૧૪૬ એકર જમીન પર ઘાસ ઉગાડી કેવી રીતે ગામનું પશુધન ટકાવી શકાય, ૬૦૦૦ પશુઓને ગ્રામ પંચાયત તરફથી મૂળ કિંમતે ઘાસ મળે, ગ્રામ પંચાયતમાં દર વર્ષે રૂ. ૫૦ લાખની મળતી આવક વગેરેની જાણકારી અને આમલી, આમલા અને કેરીના ૧૭૦૦ વૃક્ષોની મુલાકાત તેમજ સાંજે ૫-૦૦ વાગ્યાથી ૯-૦૦ વાગ્યા સુધી અમદાવાદ ખાતે ૭૦૦ ગીર ગાય ધરાવતી બંસી ગીર ગૌશાળાની મુલાકાત તેમજ દરેક દ્રષ્ટિકોણે પરંપરાગત પદ્ધતિઓ સંપૂર્ણપણે અનુસરતી ગૌશાળામાં શૈક્ષણિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.