ચક્ષુદાન – મહાદાન
રાજકોટ નિવાસી રઘુવંશી સમાજના ઇન્દુબેન વસંતભાઈ કાનાબાર નું દુઃખદ અવસાન થતા માંગરોળ તાલુકાના આરેણા ગામમાં ચક્ષુદાન પ્રવૃત્તિ કરતા નાથાભાઈ નંદાણીયા ની પ્રેરણાથી સદગતના પુત્ર મનીષભાઈએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે
શહેરના સેવાભાવી તબીબ ડો.ધર્મેશ શાહે ચક્ષુનો સ્વીકાર કરેલ
ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને સમિતિના સંયોજક અનુપમ દોશી તેમજ જૈન સોશિયલ ગ્રુપ આઇ ડોનેશન કમીટીના ચેરમેન ઉપેનભાઈ મોદીએ મોદી પરિવારનો આભાર માનેલ
શહેરીજનોને પોતાની આસપાસ પડોશમાં પરિવારમાં કે અન્ય કોઈના અવસાન વેળાએ ચક્ષુદાન માટે પ્રેરણા આપવા અને માનવતાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા અપીલ સહ વિનંતી છે
ચક્ષુદાન માટે કોઈ પણ સમયે સમિતિના અનુપમ દોશી 9428233796 અથવા ઉપેનભાઈ મોદી 9824043143 નો સંપર્ક સાધવા વિનંતી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.