સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા ૫૧૦૦૦ નું અનુદાન અર્પણ કરતા ઇફ્કો નાં ચેરમેન સંધાણી - At This Time

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા ૫૧૦૦૦ નું અનુદાન અર્પણ કરતા ઇફ્કો નાં ચેરમેન સંધાણી


સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા ૫૧૦૦૦ નું અનુદાન અર્પણ કરતા ઇફ્કો નાં ચેરમેન સંધાણી

સાવરકુંડલા ઉમરાળા નાં ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લી ચલાલા સાતમી સાધારણ સભા માં દર્દી કલ્યાણ માટે ૫૧૦૦૦ નું અનુદાન પ્રાપ્ત થયું
તા.૨૩.૦૬.૨૦૨૪ નાં રોજ સાવ૨કુંડલા મુકામે શ્રી ભોજલરામ નાગરીક શરાફી સહકારી મંડળી લી ચલાલા (જી. અમરેલી) ની સાતમી વાર્ષિક સાધારણ સભા માં તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન ક૨તી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ને રૂા.૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજા૨ પુરા નો ચેક હોસ્પિટલનાં વહીવટકર્તા ટ્રસ્ટી-શ્રી બી. એલ. રાજપરા ને વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોનાં ચે૨મેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ તેમજ મંડળીનાં પ્રમુખ શ્રી ગો૨ધનભાઈ ગેડિયા, શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રી ગી૨ધ૨ભાઈ છભાયા, શ્રી ઘનશ્યામભાઈ કસવાલા, શ્રી દલસુખભાઈ ભેસાણિયા, શ્રી રાજેશભાઈ સુરાણી અને શ્રી ગુણવંતભાઈ ભંડેરી હસ્તે ખોડલધામ નેસડીનાં ગાદીપતિ પ.પૂ. શ્રી લવજીબાપુ તેમજ જીલ્લાનાં દિગ્ગજ સહકારી આગેવાનોની ઉપસ્થિતમાં અર્પણ ક૨વામાં આવ્યો હતો.અન્ય સહકારી સંસ્થાઓને પ્રેરણાદાયી અનુદાન આપવા બદલ ચલાલા મંડળીનાં વહીવટકર્તાઓનો હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતિ હદયપૂર્વકનો આભાર માનવામાં આવેલ હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.