મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાસ કિસ્સામાં મહાત્મા ગાંધી હોસ્ટેલ, કુમાર છાત્રાલય, અને રાજકોટના અન્ય યુનિટના બાંધકામ માટે રૂ.૨૪૩૦.૪૦ લાખની ફાળવણી રાજ્ય સરકારશ્રીના નિર્ણય પ્રત્યે હર્ષની લાગણી વ્યક્ત કરવા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી
મૃદુ સરકારનો મક્કમ નિર્ણય
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાસ કિસ્સામાં મહાત્મા ગાંધી હોસ્ટેલ, કુમાર છાત્રાલય, અને રાજકોટના અન્ય યુનિટના બાંધકામ માટે રૂ.૨૪૩૦.૪૦ લાખની ફાળવણી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આધુનિક હોસ્ટેલનું નવીનીકરણ કરાશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજ્ય સરકારશ્રીના નિર્ણય પ્રત્યે હર્ષની લાગણી વ્યક્ત કરવા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૨૨ જુલાઈ – ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભાવિ માટે વિવિધ યોજનાઓને અમલી બનાવી છે, જેના ભાગરૂપે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી હોસ્ટેલ, કુમાર છાત્રાલય , રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે વિદ્યાર્થીઓ સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ પણ મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો. અને ખુબ ટૂંકા ગાળામાં મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી ખાસ કિસ્સામાં રૂ.૨૪૩૦.૪૦ લાખના કામો મંજુર કરતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ હોસ્ટેલના નવનિર્માણથી ધો.૧૧ થી પી.એચ.ડી. કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રહેવા, જમવા, રમતગમત, સહિતની આધુનિક સુવિધાઓ મળી રહેશે.
આ સંદર્ભે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ હોસ્ટેલના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુંહતું કે, મૃદુ અને મક્કમત્તાથી લેતી નિર્ણય સરકારે એક અઠવાડિયામાં હોસ્ટેલના બાંધકામોને મંજુરી આપી અને વિદ્યાર્થીઓના સોનેરી ભાવિ તરફ પ્રયાણ કર્યુ છે. નવી હોસ્ટેલમાં ૪૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાશે. આ નિર્ણયનો શ્રેય મંત્રીશ્રી ભાનુબેનએ વિદ્યાર્થીઓને આપ્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરવા અને માતાપિતાના સપનાઓને સાકાર કરવાની શુભેરછાઓ આપી હતી.
આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
આ તકે કોર્પોરેટર શ્રી હાર્દિકભાઈ ગોહિલ અને શ્રી જયશ્રીબેન ચાવડા, અગ્રણીઓ શ્રી સંજયભાઈ બગડા, શ્રી અજયભાઈ વાઘેલા, શ્રી મહેશભાઈ રાઠોડ, શ્રી હિરેનભાઇ દાફડા, શ્રી સુનીલભાઈ ગોહિલ, શ્રી નરેન્દ્રભાઈ સોલંકી, સંયુક્ત નિયામકશ્રી(તકેદારી) કે.જે. રૂપારેલીયા, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી આનંદબા ખાચર, હોસ્ટેલના હેડ શ્રી એચ. આર. રાઠોડ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી દિનેશભાઈ પટેલ અને શ્રી એ.ડી.ડાભી સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.