ખનીજ ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા લોકજાગૃતિ માટે ગામસભા નું આયોજન
*કોલસાની ખનીજ ચોરી બંધ કરાવવા માટે તંત્ર દ્વારા ગ્રામસભા યોજશે*
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ થતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૨૩ જુલાઈ સુધી જુદા જુદા ગામોમાં યોજાશે "ગ્રામ સભા"*
નું આયોજન કરવામાં આવેલ છે
*મૂળી તાલુકાના ગઢડા અને ખંપાળીયા, થાનગઢ તાલુકાના જામવાળી અને ગુગલીયાણાનાં ગ્રામજનો જાગૃત થાય, ગેરકાયદેસર ખોદકામ પ્રવૃત્તિઓમાં ન જોડાઈ તે માટે સમજૂત કરાયા*
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ થતું અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટની સૂચના અન્વયે તા.૨૩ જુલાઈ,૨૦૨૪ સુધી જુદા જુદા ગામોમાં "ગ્રામ સભા" યોજવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
જે અન્વયે મૂળી, સાયલા અને થાનગઢના અલગ-અલગ ગામોમાં ગ્રામ સભા યોજાશે. જેમાં તા.૧૮ જુલાઈના રોજ મૂળી તાલુકાના ગઢડા અને ખંપાળીયા તેમજ થાનગઢ તાલુકાના જામવાળી અને ગુગલીયાણા ગામે ગ્રામ સભા યોજવામાં આવી હતી.
આ ગ્રામસભામાં લોકો જાગૃત થાય અને ગેરકાયદેસર ખોદકામની પ્રવૃત્તિઓમાં ન જોડાઈ તે માટે સમજૂત કરવામાં આવ્યા હતા. પુરાણ કરેલાં કુવાઓમાં જે પ્રમાણના ગેસ ઉત્પન થાય છે તેની માહીતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ગેસ ગુગણામણ/ભેખડ ધસવાના કારણે થતાં અકસ્માતો અટકાવવા માટે આ વિસ્તારના લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ જુદાજુદા ગામોમાં જઈ લોકોને માર્ગદર્શિત કરશે.
જિલ્લામાં થતી ખનિજ ચોરી અટકાવવા માટે કલેકટરશ્રી કે. સી. સંપટની સૂચના અનુસાર, થાનગઢ તાલુકાના જામવાળી ગામે સંબંધિત વિભાગોના અધિકારીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પી.જી.વી.સી.એલ વિભાગ દ્વારા કુવા/ખાડાઓ પાસેથી TC (ટ્રાન્ફોર્મર) જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ ખાખરાવાળી ગામે પાંચ અનઅધિકૃત કુવા/ખાડાઓ પર થી ૨૦ જેટલા પાઈપો સહિત ૫૦ ટન કાર્બોસેલ ખનિજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.