બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં વિછીયા તાલુકાના સમસ્ત હિન્દુઓ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામા આવ્યુ
(રિપોર્ટ વિજય ચૌહાણ)
બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં વિછીયા તાલુકાના સમસ્ત હિન્દુઓ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામા આવ્યુ. વિછીયાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. મૌન રેલીની શરૂઆત શ્રી આત્માનંદ જી સરસ્વતી મહારાજના હસ્તે કરવામાં આવી હતી. જે માં કાળુ બાપુ, શાંતિદાસ બાપુ, સાધુ સંતો સહિત બોહળી સંખ્યા હિન્દુ સમાજ હાજર રહેલ હતા. અને વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ એકતા મંચના કાર્યકરો હાજર રહ્યાં હતા. સમસ્ત લોકોને એક જ માંગ કે બાંગ્લાદેશમાં રહેલા હિન્દુ સામે અત્યાચાર બંધ કરો આવતા સમયમાં જો સુધારો ન થયો તો એના પ્રત્યાઘાત ભારતમાં પણ પડી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.