સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત મહાશિવરાત્રી સાતમી શોભાયાત્રાનું આયોજન કરવામાં
આવ્યું ભોળાનાથ ની વેશભૂષા માં "ધર્મેશભાઈ ડાભી"ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રીની સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા આજે તારીખ :8/03/2024 ને શુક્ર વારે શ્રી વાસુકીદાદા ના મંદિરેથી બપોરે 2-30 વાગ્યે પ્રસ્થાન કરવામાં આવી મહા શિવરાત્રીની શોભાયાત્રામાં 3500( સાડાત્રણ હજાર) સમાજના ભાઈઓ-બહેનો, બાળકો,વડીલો,આગેવાનો,જોડાયા હતા સતવારા સમાજ દ્વારા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ તથા ભૂમિ ડીજે દ્વારા ડીજે ની વ્યવસ્થા કરવામાં આવી ભોળાનાથના ભજન,ગીતો દ્વારા સમાજ ના લોકો ડીજે ના તાલે ગરબે રમ્યા હતા તથા ફ્રુટ સલાટ ની વ્યવસ્થા દુઃખભંજણી મેલડીમાં ગ્રુપ દ્વારા કરવામાં આવી વાસુકીવોટર સપ્લાયર, બંસી વોટર સપ્લાયર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી તથા વિસ્તાર પ્રમાણે સતવારા સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી સતવારા સમાજના મામા ગ્રુપ તરફથી લીલી દ્રાક્ષની પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું તથા દ્વારા ત્રિભોવનભાઈ વાલજીભાઇ મકવાણા દ્વારા પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું થાનગઢ ના શોભયાત્રામાં વાસુકીમંદિર થી હરિનગર, ધોળીતલાવડી, ગ્રામલક્ષ્મી, ફૂલવાડીમાં શોભા યાત્રા નો રૂટ રાખવામાં આવ્યો હતો શોભાયાત્રા સમાપન સાંજે 6-00વાગ્યે બાવળવાળા મેલડીમાતાજી ના મંદિરે કરવામાં આવેલ શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા ફરાળનું આયોજન કરવામાં આવેલ શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા શોભાયાત્રા ને સફળ બનાવવામાં આવી.
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.