સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં તા.૯મી સપ્ટેમ્બર નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું. - At This Time

સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં તા.૯મી સપ્ટેમ્બર નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.


સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં તા.૯મી સપ્ટેમ્બર નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

*સાબરકાંઠા જીલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ -૧૧,૨૦૫ કેસો નો સમાધાનથી નિકાલ*

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૦૯-૦૯-૨૦૨૩ નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ અત્રે ના સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતો માં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર ના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી કે.આર.રબારી, તથા ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી પી.કે.ગઢવી સાહેબનાઓની અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લામાં તા.૦૯મી સપ્ટેમ્બર નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયેલ.
જેમાં સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળ ના કેસોમાં કુલ-૬૨ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૩,૨૯,૫૨,૦૦૦/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ. તેમજ જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશીયલ સીટીંગ ના એમ કુલ-૫૭૩૫ કેસો, રકમ રૂ.૫૧,૭૦,૬૦,૪૪૧.૬/- ના કેસોનું સમાધાનથી નિકાલ થયેલ તેમજ ઈ-ચલણ સહીત બેંક લેણાંના કેસો, વીજબીલ, પાણી બીલ, પાણી ચોરી, રેવન્યુ જેવા બીજા અન્ય પ્રિ-લીટીગેશન કેસોમાંથી કુલ-૫૪૭૦ કેસો, રકમ રૂ.૨,૭૫,૬૭,૨૧૮/- ના કેસો નું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.