રાજકોટ: રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન
ગુજરાત રાજ્ય પોલીસવડા વિકાસ સહાય રાજકોટમાં પધાર્યા છે. ત્યારે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશ્નર ઓફીસ ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ગુનાખોરી પર અંકુશ રહે, મહિલા સુરક્ષા તથા સાઇબર ક્રાઇમ સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.