રાજકોટમાં સાવકા પિતાએ પુત્રીને અડપલાં કરતા પોલીસમાં ફરિયાદ
રાજકોટના આજીડેમ વિસ્તારમાં રહેતી એક 22 વર્ષની યુવતી રાત્રીના સમયે તેમના ઘરે હતી ત્યારે સાવકા પિતાએ શરીરે અડપલાં કરતા તે હેબતાઈ ગઈ હતી અને તેણી દેકારો કરે તે પહેલાં જ પિતાએ ફરી બીભત્સ ઈશારા કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીએ તેમના સાવકા પિતા અમૃત ગોવિંદભાઈ વાઘેલાનું ફરિયાદમાં નામ આપતા તેમની સામે કલમ 354,506(2),504 હેઠળ ગુન્હો નોંધી આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એચ.બી.ગઢવી સહિતનો સ્ટાફે આરોપીને પકડી લેવા તજવીજ આદરી છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે ગઈ તા.25/1ના રોજ રાત્રીના એકાદ વાગ્યે ઘરે પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પિતાએ રુમમાં પ્રવેશી તેણીના શરીરે હાથ ફેરવવા લાગ્યો હતો.તેમજ તેણી જાગી જતા હેબતાઈ ગઈ હતી અને કાંઈ બોલે તે પહેલાં જ પિતાએ બીભત્સ ઈશારા કરી ફરી છેડતી કરી હતી અને બાદમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી છરી બતાવી હતી.આ મામલે ડરી ગયેલી યુવતીએ એક મહિના બાદ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.