શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગીતા પૂજન કાર્યક્રમ અંતર્ગત પી.એમ.શ્રી દામનગર પે સેન્ટર શાળા નંબર – ૨ નાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો - At This Time

શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગીતા પૂજન કાર્યક્રમ અંતર્ગત પી.એમ.શ્રી દામનગર પે સેન્ટર શાળા નંબર – ૨ નાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગીતા પૂજન કાર્યક્રમ અંતર્ગત પી.એમ.શ્રી દામનગર પે સેન્ટર શાળા નંબર - ૨ નાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો...

દામનગર શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગીતા પૂજન કાર્યક્રમ અંતર્ગત પી.એમ.શ્રી દામનગર પે સેન્ટર શાળા નંબર - ૨ નાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગીતા પૂજન કાર્યક્રમ અંતર્ગત પી.એમ.શ્રી દામનગર પે.સેન્ટર શાળા નંબર -૨ ના વિદ્યાર્થીઓએ ગીતાગ્રંથ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી -૧ સરવૈયા કરણ -૨ બગડા વંશિકા -૩ નારોલા ક્રિષાનું ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરાયું હતું.જે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમને પ્રમાણપત્ર અને ઇનામ અર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ ટ્રસ્ટી કૌશિકભાઈ પારેખ હરજીભાઈ નારોલા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હારૂનભાઈ ડેરૈયા મહેબુબભાઈ તથા સંજયભાઈ તન્ના એ પ્રેરક હાજરી આપી હતી. શાળાનાં આચાર્ય લાભેશભાઈ રાશીયાએ કાર્યક્રમ માટે માર્ગદર્શન આપ્યું હતું અને શાળા પરિવારે સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ આયોજન બદલ પધારેલ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા અને શાળાની વિવિધ પ્રવૃતિઓની નોંધ લીધી હતી અને બિરદાવી હતી અને તમામ સાથ સહકારની ખાત્રી આપી હતી.આ શાળાનાં ક્વાર્ટરમાં ૨૦ વર્ષ સુધી રહીને નાની મોટી સેવા આપનાર સ્વ.નારુભાઈ ગઢવી અને તેમનાં પરિવારજનો કે જેમણે શાળાને મકાનની જરૂર ઊભી થતાં રાજીખુશથી પોતાનું ઘર ખાલી કરી શાળાને પરત અર્પણ કરનાર ગઢવી પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ગઢવી પરિવારની આ ઉમદા પહેલને આગેવાનોએ બિરદાવી હતી...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.