બસના સોફામાં સાથે બેસી ઘેની બિસ્કીટ ખવડાવી લૂંટી લેતો ઝડપાયો - At This Time

બસના સોફામાં સાથે બેસી ઘેની બિસ્કીટ ખવડાવી લૂંટી લેતો ઝડપાયો


રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં પ્રૌઢને બસમાં સોફમાં સાથે બેસેલા શખ્સે ઘેની બિસ્કીટ ખવડાવી રૂ..1.65 લાખની તફડંચી કરી હતી.બનાવ અંગે કોઠારીયા રોડ પર પંચનાથ સોસાયટી શેરી નં.3 માં રહેતાં રણછોડભાઈ અરજણભાઈ દેસાઈ (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ લોઠડા ગામમાં પ્લાસ્ટીકનાં કારખાનામાં મજુરીકામ કરે છે. તેઓ ત્રણ ભાઈ છે., જેમાં મોટાભાઓ ધીરૂભાઈ તેના પરીવાર સાથે સુરત રહે છે. તેમજ તેમના સુરતના કામરેજ રહેતાં મિત્ર નરેશભાઇ હરસોરાના મકાનનું વાસ્તુ ગઇ તા.16/08/2023 નાં હોય જે પ્રસંગે હાજરી આપવા ગઈ તા.-15/ 08/2023 નાં રાત્રીનાં ગ્રીનલેન્ડ ચોકડીએથી સુરત જતી લક્ઝરી સ્લીપર બસમાં ડ્રાયવર સાઇડની પહેલી શીટના ડબલના ઉપરના શોફામાં બેસેલ અને મારી પાછળ તુરંત જ એક અજાણ્યો શખ્સ હાથમા કાળા કલરનો થેલો હતો તે માણસ તેઓની સાથે સોફામાં બેસેલ હતો. અજાણ્યા માણસ જે પોતે વેફર્સ તથા ક્રીમવાળા બીસ્ટીકનો નાસ્તો કરતો હોય જેથી તેણે મને નાસ્તો કરવાની સલાહ કરી પોતા પાસે રહેલ એક ક્રિમવાળુ બીસ્ટીક ખાવા માટે આપેલ જેથી તેમને ના પાડેલ છતાં તેને વધારે આગ્રહ કરતા તેણે આપેલ બિસ્કીટ લઇ ખાઇ ગયેલ હતાં.
બિસ્કીટ ખાધા બાદ તુરંત જ અચાનક ઘેન ચડવા લાગેલ અને ત્યારબાદ તે ઉંઘી ગયેલ હતાં. જે બાદ તેમની સાથે શું થયુ તેની કંઈ ખબર ન હતી. તેઓ સંપુર્ણ ભાનમાં આવ્યો ત્યારે રાજકોટની વિદ્યાનગર રોડ ઉપર આવેલ દવાખાનામાં સારવાર હેઠળ હતાં. તેઓએ નાનાભાઈને પુછતા વાત કરેલ કે, તમારો ફોન બંધ હોય અને ગઈ તા.18/08/2023 નાં રાત્રીના ફોન કરતા તમારો ફોન કોઇ પોલીસવાળાએ ઉપાડેલ અને તમે ત્યારે કતારગામ વડલા સ્ટેંડ સુરત લક્ઝરી બસનાં પાર્કીંગમાં બાકડા ઉપર સુતા હતાં.
પોલીસવાળાએ અમને કહેલ કે, આ ભાઈ અહીં બાકડા ઉપર પડેલ છે તો તમે આવીને અહીંથી લઈ જાઓ જેથી મોટાભાઇને ફોન કરતાં તમને તેના ઘરે લઈ ગયેલ અને બાદમાં તમને રાજકોટ લાવેલ હતાં. તેમક નાનાભાઈને તેઓ સુરત જવા નીકળેલ ત્યારે પહેરેલ બે સોનાની વિંટીઓ, ગળામાં પહેરેલ સોનાનો ચેઈન અને ખીસ્સામાં રહેલ રોકડા રૂ.35 હજાર અંગે પુછતાં તેને કંઇ જાણ ન હતી.
બાદમાં તેમને યાદ આવેલ કે, મારી સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી મારા સોફામા બેસેલ અજાણ્યા માણસે તેમને ક્રીમવાળુ બિસ્કીટ ખવડાવિ બેભાન કરી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.65 લાખનો મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.