શ્રાવણ માસમાં શ્રી હરિ જયંતી નિમિતે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 1000 કિલો શાકભાજીની હાટડીનો શણગાર કરાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત તા.14-08-2024ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શાકભાજીના વાઘા ધરાવી એવં બટાકા, રીંગણા, કોબી, ફુલાવર, ટામેટા, લીલા મરચા,ગાજર,સુરત,બીટ વિગેરે 1000 કિલો શાકભાજીની હાટડીનો દિવ્ય શણગાર કરાયો છે.આજે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, શ્રાવણ મહિનાની સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિશે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે દાદાને 1000 કિલો વિવિધ શાકભાજીના વાઘા અને સિંહાસન શણગાર કરાયો છે દાદાને કરાયેલા શણગાર માટે શાકભાજી વડોદરાના પાદરાથી હરિભક્તોએ મોકલાવ્યા છે દાદાના શાકભાજી ફોટા બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને સિંહાસનને શાકભાજીનો શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને છ કલાકથી વધુ સમય લાગ્યો હતો પાદરાના હરિભક્તો દ્વારા આ શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.