ધોળકા સરખેજ ફોર લાઇન હાઇવે નુ કામ ત્રણ વર્ષથી ધીમી ગતિએ કામ કરાતા ઉચ્ચ કક્ષા રજુઆત કરાઇ - At This Time

ધોળકા સરખેજ ફોર લાઇન હાઇવે નુ કામ ત્રણ વર્ષથી ધીમી ગતિએ કામ કરાતા ઉચ્ચ કક્ષા રજુઆત કરાઇ


ધોળકા થી સરખેજ બાકરોલસર્કલ સુધી નવા બનતા ફોરલાઈન હાઇવે નું કામ ત્રણ વર્ષથી પડતર પડેલ છે તેમજ આજદિન સુધી ચાલુ કરેલ નથી આ રોડની બંને બાજુ ખોદકામ કરી મોટા મેટલ પૂરીને કામ અડધુ તેમજ અયોગ્ય ખતરા રૂપી મૂકી દીધેલ છે રોડની બંને બાજુ મેટલ તથા કપચી નાખવાથી અવારનવાર ટુવિલર સાધનો સ્લીપ થઈ જાય છે અને અકસ્માત સર્જાય છે તેમજ વિસલપુર થી બનાવેલ થોડા અંતર સુધીનું ડિવાઈડર પણ ખૂબ જ અયોગ્ય રીતે બનાવેલ છે આ ડિવાઈડરની બાજુમાં કોઈપણ પ્રકાર નુ રેડિયમ સાઇન બોર્ડ લગાવેલ નથી જેના કારણે રાત્રિના સમયે ઘણા બધા અકસ્માત સર્જાય છે તેમજ ઘણા બધા ફોરવીલ અને ટુ વ્હીલ ચાલકો આ ડિવાઇડર સાથે અથડાય છે આ રોડ ની હાલત એટલી ખરાબ છે કે આ રોડ ઉપર આવતા તમામ ગામના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે આ ફોર લાઇન હાઇવે નું કામ વહેલી તકે પૂર્ણ કરવા માં આવે તે માટે બદરખા ગામના સામાજિક કાર્યકર ડયા પ્રકાશસિંહ નટવરસિંહે રોડ તથા ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિનભાઈ ગડકરી સાહેબ શ્રી તથા અમદાવાદ કલેક્ટર સાહેબ ને ઈમેલ દ્વારા ફરિયાદ કરેલ છે આ વિસ્તારના તમામ રહીશોની એક જ ઉગ્રમાંગ છે કે આ અધૂરા તેમજ સાવ બંધ હાલતમાં પડેલા ફોર લાઈન રોડનું કામ જલ્દીથી જલ્દી પૂરું થાય તેવી માગ

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.