ઉત્સવ પ્રિય દાતા ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામ માં ખજૂર દાળિયા અને પક્ષી માળા વિતરણ કર્યા
ઉત્સવ પ્રિય દાતા ધોળકિયા પરિવારે
સમગ્ર દુધાળા ગામ માં ખજૂર દાળિયા અને પક્ષી માળા વિતરણ કર્યા
લાઠી ના દુધાળા ગામ ના હાલ સુરત સ્થિત ઉદ્યોગ રત્ન શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર ની ઉદારતા જાણીતી છે સમગ્ર દુધાળા ગામ ને સોલાર ઊર્જા થી સુસજ્જ કરવાનું હોય કે જળસંસાધન આરોગ્ય વસ્ત્ર પરિધાન અન્નક્ષેત્ર સહિત ગામ ની નાની બાળા થી લઈ વૃદ્ધ દીકરી જ્યાં પણ સાસરે હોય તે ગામ માં ઉંમર પ્રમાણે દીકરી ઓને આર્થિક મદદ કરનાર ગોવિદ ભગત ની દરેક મુહિમ સર્વત્ર સ્વીકાર બની રહે છે વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ એ વતન ને કયારેય વિસરી શકે નહીં આવી અનેક વિધ સેવા ઓતો નિરંતર ચલાવે છે પણ વારે તહેવારે ગામ ને માદરે વતન ને ક્યારેય ભૂલ્યા નથી ગોવિદભાઈ ધોળકિયા પરિવારે ભારતીય હિન્દૂ સંસ્કૃતિ ના પર્વાચક્ર માં ઉજવાતા દરેક તહેવારો સમસ્ત ગામ એક સાથે કેમ ઉજવે તેનો વિચાર પહેલા કરે છે આપણા દરેક તહેવાર દાન ધર્મ પરમાર્થ નો સદેશ આપે છે અત્રે હોળી ધુળેટી ના પાવન પર્વ એ બીજા ના જીવન માં પણ રંગ જેમ વિવિધા સાથે કેમ ઉજવાય તેવા સુંદર ઉદ્દેશ સાથે સમગ્ર દુધાળા ગામ ના દરેક ઘેર ખજૂર દાળિયા અને પક્ષી ઘર આપી પ્રકૃતિ ના જતન જાળવણી સાથે હોળી ધુળેટી સમગ્ર ગામ ઉજવે તેવા ઉમદા અભિગમ થી પરમાર્થ કરતું પર્વ ઉજવ્યું હોળી ધુળેટી ના પાવન પર્વ એ અરજણભાઈ ધોળકિયા રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ અશોકભાઈ કથીરિયા સહિત સ્થાનિક અગ્રણી સ્વંયમ સેવકો એ ઘેર ઘેર ખજૂર દાળિયા અને પક્ષી ઘર વિતરણ કરાયા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.