સૂત્રાપાડા તાલુકાના રંગપુર ગામે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ - At This Time

સૂત્રાપાડા તાલુકાના રંગપુર ગામે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ


સૂત્રાપાડા તાલુકાના રંગપુર ગામે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ
---------------
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ગ્રામજનોને વિસ્તૃત માહિતી અપાઈ
---------------
સૂત્રાપાડા તાલુકાના રંગપુર ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી.

આ ગ્રામસભામાં જિલ્લા મનરેગા વિભાગના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી હરેશભાઈ પીઠિયા દ્વારા મનરેગા યોજના અંતર્ગતના લાભો અંગે ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા સામાજીક ઓડિટર શ્રી ગોવિંદભાઈ સોલંકી દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી પ્રસાર- પ્રચાર કરવામાં આવ્યો હતો. બાળ સુરક્ષા વિભાગના ભાવસિંહભાઇ દ્વારા બાળ સુરક્ષા યોજનાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ટી.આર.પી શ્રી નથુભાઈ દ્વારા સમાજીક ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

જશુભાઇ બારડ દ્વારા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામસભામાં તલાટી શ્રી ઝાલા નિલેશભાઈ, સરપંચ શ્રી સાઉ જયાબેન, ઉપસરપંચ શ્રી ભરતભાઇ બારડ તેમજ આશા વર્કરો,સખીમંડળના બહેનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image