રવિવારે આકરી વેરા વસૂલાત 35 મિલકતને લગાવાયા સીલ - At This Time

રવિવારે આકરી વેરા વસૂલાત 35 મિલકતને લગાવાયા સીલ


336 કરોડ રૂપિયાની મહાપાલિકાને વેરા આવક

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ રવિવારે રજાના દિવસે પણ 35 મિલકતને સીલ, 29ને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવાની કાર્યવાહી કરી હતી. ખાસ કરીને એવા એકમો કે જે રવિવારે રજા પાળે છે ત્યાં તુરંત જ સીલ લગાવી દેવાયા હતા અને મિલકતધારકોને જાણ કરાતા અમુક એકમોના સ્થળ પર જ વેરા આવી ગયા હતા. આ સાથે એક જ દિવસમાં કુલ 39.87 લાખ રૂપિયાની વેરા વસૂલાત થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.